The miraculous tamarind tree: આપણા ગર્વ ગુજરાતમાં અનેક એવી ચમત્કારિક જગ્યાઓ આવેલી છે કે જેની શ્રદ્ધા અતૂટ રહેલી છે ત્યારે આપણે આજે એક એવી જ એક ચમત્કારિક જગ્યા વિષે વાત કરવા જઈ રહ્યા છીએ.ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર બાદ બનાસકાંઠા જિલ્લો સંતની ભૂમિ ગણાય છે, જેમાં અનેક પ્રખ્યાત અને પૌરાણિક મંદિરો અને મંદિરો આવેલા છે, જ્યાં દૂર-દૂરથી લોકો દર્શન કરવા માટે આવે છે. ત્યારે ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં કચ્છના રણને અડીને આવેલા સુઇગામ તાલુકાના કટાવધામ ખાતે ખાખીજી મહારાજની તપોભૂમિ આવેલી છે. અહીં ચમત્કારી આંબલી( The miraculous tamarind tree ) આવેલી છે. આ આંબલી સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. આ પાવન જગ્યામાં છેલ્લા 40 વર્ષથી નિત્ય અખંડ રામધૂન ચાલી રહી છે તેમજ અહીં દરરોજ 300 થી વધુ લોકો નિયમિત ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે. સમગ્ર ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે.
આ સ્થળ ખાખીજી મહારાજના કારણે સમગ્ર દેશમાં પ્રસિદ્ધિ ધરાવે છે
અહીં આવેલું કટાવ ધામ ખાખી મહારાજની જગ્યાથી સમગ્ર દેશમાં પ્રસિદ્ધિ ધરાવે છે. આ જગ્યા પર આજથી અઢીસો વર્ષ પહેલા ખાખીજી મહારાજએ આંબલીના ઝાડ નીચે બેસી રામ નામનું તપ કરેલું છે. જેનો પ્રભાવ અત્યારે પણ જોવા મળી રહ્યો છે. હાલમાં આ જગ્યા પર અઢીસો વર્ષ કરતા જુનું આંબલીનું વૃક્ષ અડીખમ ઉભું છે.આ ચમત્કારી આંબલી સાથે હજારો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. સમગ્ર વિસ્તારના લોકો આ જગ્યામાં આવી પોતાની બાધા માનતા રાખે છે .જે પરિપૂર્ણ થતાં અહીં રસોઈ આપવાનો નિયમ છે. અહીં દરરોજ 250 થી 300 માણસોને ચોખ્ખા ઘીનો શીરો અને મગનો પ્રસાદ ભોજન સ્વરૂપે નિયમિત રીતે આપવામાં આવે છે.
દરોજના 300થી વધુ લોકો પ્રસાદનો લાભ લે છે
અહીં આવતા લોકોની મનોકામના પૂર્ણ થતા લોકો પ્રસાદ રૂપે રસોઈ આપે છે આ રસોઈ એટલે કે પ્રસાદ જેના થકી અહીં દરરોજ 250 થી 300 માણસોને ચોખ્ખા ઘીનો શીરો અને મગનો પ્રસાદ ભોજન સ્વરૂપે નિયમિત રીતે આપવામાં આવે છે.
અહીં કનક ભુવન મંદિરની પ્રતિષ્ઠા કરાઇ છે
અયોધ્યાના રાઘવેન્દ્ર સરકાર એટલે કે કનક ભુવન મંદિરની જેમ જ અહીં કનક ભુવન મંદિરની પ્રતિષ્ઠા કરાવી હતી. દરેક રામજી મંદિરમાં ભગવાન રામ લક્ષ્મણ જાનકીની જ મૂર્તિ હોય છે, પરંતુ અહીં માત્ર રામ અને સીતાની જ મૂર્તિ છે. એટલે કે ભગવાન રામ રાજા સ્વરૂપે પૂજાય છે.આ જગ્યા પર નિયમિત 40 વર્ષથી અખંડ રામધૂન ચાલે છે.આ વિસ્તારના 31 ગામના લોકો રામધૂનમાં જોડાય છે. અહીં સતત રામધુન ચાલતી રહે, તે માટે 31 ગામના લોકો જવાબદારી લીધી છે.અહીં જગ્યામાં આવતા રામધૂન માં બેસતા જ માનસિક રીતે ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે.
ગૌસેવાનું કાર્ય જોરશોરમાં ચાલે છે
આ જગ્યા ઉપર ગૌસેવાનું કાર્ય પણ ચાલે છે.આ વિસ્તાર રણની કંધીએ આવેલો હોય અગાઉ ખૂબ જ પછાત હતો, આ વિસ્તારમાં સૌથી પહેલું શિક્ષણનું કાર્ય થયું હોય, તો ખાખીજી મહારાજની જગ્યાથી થયું હતું. આથી ખાખીજી મહારાજને દેવની જેમ પૂજવામાં આવે છે. અહીં રાઘવેન્દ્ર સરકારનું મંદિર બનાવવામાં આવ્યું છે, આ વિસ્તારના ભક્તોએ 10 વર્ષ અગાઉ આ મંદિર બનાવ્યું હતું અને પ્રતિષ્ઠા કરી હતી.આ સ્થળે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી ધમધમી રહી છે.હાલમાં જય રામદાસજી મહારાજ કટાવ ધામ જગ્યાનો કાર્યભાર સંભાળી રહ્યા છે. તેમની ઉપસ્થિતિમાં અહીં ગુરુ પૂર્ણિમા, ખાખીજી મહારાજની પુણ્યતિથિ ,રામ નવમી ,વિશ્વકર્મા જયંતી વગેરે દિવસોએ મોટા ઉત્સવ ઉજવાય છે. મંદિર ખાતે દરેક તહેવારો ધામધૂમથી ભક્તિભાવપૂર્ણ રીતે ઉજવાય છે.અહીં સમગ્ર ગુજરાત ભરમાંથી લોકો આવે છે.
આ દિવસનો વિશેષ મહત્વ
રણમાં વીરડી સમાન ખાખીજી મહારાજની જગ્યા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી ધમધમી રહી છે.હાલમાં જય રામદાસજી મહારાજ કટાવ ધામ જગ્યાનો કાર્યભાર સંભાળી રહ્યા છે. તેમની મિશ્રામાં અહીં ગુરુ પૂર્ણિમા, ખાખીજી મહારાજની પુણ્યતિથિ ,રામ નવમી ,વિશ્વકર્મા જયંતી વગેરે દિવસોએ મોટા ઉત્સવ ઉજવાય છે. તેમજ દરેક તહેવારો ધામધૂમથી ભક્તિભાવપૂર્ણ રીતે ઉજવાય છે.અહીં સમગ્ર ગુજરાત ભરમાંથી લોકો આવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube