સુરતમાં દીકરાને ખભે ઊંચકીને માતા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળકને મળ્યું મોત- જુઓ હૈયાફાટ રુદનના ભાવુક દર્શ્યો

ગુજરાત: સુરતની સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital) ના પોસ્ટમોર્ટમ રૂમ (Postmortem room) ની બહાર માસુમ દીકરાના મોત (Death) ને લઈ હૈયાફાટ રુદન કરી રહેલ માતાને…

ગુજરાત: સુરતની સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital) ના પોસ્ટમોર્ટમ રૂમ (Postmortem room) ની બહાર માસુમ દીકરાના મોત (Death) ને લઈ હૈયાફાટ રુદન કરી રહેલ માતાને એના પતિના કામકાજ, રહેઠાણ તથા મોબાઈલ નંબરથી અજાણ હોવાને લીધે સતત 6 કલાક સુધી હેરાન થવાનો વારો આવ્યો હતો.

ઝાડા-ઉલટીમાં સપડાયેલા 5 વર્ષીય પુત્રને ખભે ઉપાડી માતા પાંડેસરાથી સિટી બસમાં સુરતની સિવિલ હોસ્પિટલ સુધી પહોંચી હતી. હજુ દોઢ મહિના અગાઉ જ બિહારથી સુરત આવેલ મહિલા પતિ કામે ચાલી ગયા પછી બીમાર દીકરાની તબિયત બગડતા સિવિલ લઈ આવી હતી. જો કે, પોલીસ તથા NGOની મદદથી પિતા સુધી પહોંચેલા લોકોના મોઢે દીકરાનું નિધન થયું હોવાનું સાંભળી પિતાનું હૈયાફાટ રુદન જોઈ હાજર લોકોની આંખ છલકાય ગઈ હતી.

સિવિલ હોસ્પિટલમાં માસુમને મૃત જાહેર કરાયો:
રાણી રામ (પીડિત માતા) જણાવે છે કે, હું શહેરમાં નવી છું પણ મારો દીકરો બીમાર હતો તેમજ તેની સારવાર ખુબ જરૂરી બની હતી કે, જેથી ઘરેથી નીકળીને એક પાસેના ડોક્ટરે સિવિલ લઈ જવા જણાવ્યું હતું. રીક્ષા ન મળી એટલે બસમાં બેસીને સિવિલ પહોંચી ગઈ હતી. ડોક્ટરોએ તો દીકરાને મૃત જાહેર કરી દીધો હતો. મારા પતિ સુધી કોઈ સંદેશો આપો મને તો ઘર તથા પતિના નંબરની પણ જાણ નથી.

સૂઝબૂઝ વિના દીકરાને ખભે ઉપાડી હોસ્પિટલ પહોંચી:
આપને જણાવી દઈએ કે, તેઓ બિહારના રહેવાસી છે તેમજ સંતાનમાં 3 છોકરા અને એકની એક દીકરી છે. બે દીકરા અને દીકરીને લઈ દોઢ મહિના અગાઉ જ સુરત પતિ પાસે આવી હતી. વહેલી સવારમાં મળસ્કે છોકરાને અચાનક ઝાડ-ઉલટી થતા ઘર ઘથ્થુ સારવાર કરી હતી.

મહિલા પતિ અને પોતાના ઘર અંગે પણ જાણતી ન હતી:
હેમાંશુ સુરતી (વિદ્યાર્થી) જણાવે છે કે, હું વડોદ ગામથી સિટી બસમાં બેઠો હતો. બાદમાં મજુરાગેટ આવતા એક મહિલા હાથમાં માસુમ બાળકને લઈ રડી રહી હતી. ‘સિવિલ લઈ જાઓ’ એમ કહેતા હું એને મજુરાગેટ ઉતારીને સિવિલ લઈ આવ્યો હતો. જો કે, ડોક્ટરોએ માસુમ બાળકને મૃત જાહેર કરતા માતા હોંશ ગુમાવી બેઠી હતી.

આ મહિલા બરાબર હિન્દી પણ બોલી શકતી ન હતી. પતિ તથા રહેણાંક બાબતે પૂછતાં કઈ પણ જાણતી ન હોવાનું જણાવતા અનેક પ્રશ્નો ઉભા થયા હતા. પાંડેસરા પોલીસ પણ ઓવર ટાઈમ કરીને આ મહિલાની મદદ કરવા દોડમાં સામેલ થઈ ગયા હતા. NGOની મદદ લીધી હોવા છતા કોઈ મેળ નહીં પડ્યો, છેવટે મહિલાના મોબાઈલ પરથી બિહાર સગાઓને અનેક ફોન કર્યા.

6 કલાક પછી મને મારા દીકરાના નિધનની જાણ થઈ:
સુનિલ રામ (પીડિત પિતા) જણાવે છે કે, જરીના કારખાનામાં કામ કરૂં છું. સવારે 9 વાગ્યે નોકરી પર જતો રહ્યો હતો. પત્ની તેમજ બાળકો હાલમાં જ વતનથી સુરત આવ્યા છે. સુરતના વિસ્તારથી અજાણ છે. ખબર નહીં હતું કે, આવું થશે, 6 કલાક મારી પત્નીએ દીકરાના મોતને લઈ કેટલું સહન કર્યું હશે એ સમજી શકું છું, મારી ભૂલને લીધે 6 કલાક પછી મને મારા દીકરાના નિધનની જાણ થઈ એ ખુબ દુઃખદ ઘટના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *