ગુજરાતના સૌથી ઊંચા હનુમાનજીનું લોકાર્પણ પહેલા જ દિલ જીતી લેતી તસ્વીર થઇ વાઈરલ, જાણો કયા શહેરમાં બની

પ્રતિમાના અનાવરણ પર આયોજિત રામકથામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પધારશે: આવતીકાલે મોરબી (Morbi)માં ભવ્ય કાર્યક્રમ(Grand program) યોજવાનો છે. મળતી માહિતી અનુસાર, અહી મોરબીના બેલા(Bella) પાસેના…

પ્રતિમાના અનાવરણ પર આયોજિત રામકથામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પધારશે:
આવતીકાલે મોરબી (Morbi)માં ભવ્ય કાર્યક્રમ(Grand program) યોજવાનો છે. મળતી માહિતી અનુસાર, અહી મોરબીના બેલા(Bella) પાસેના ખોખરા હનુમાન(Khokhra Hanuman) હરિહરધામ(Harihardham) ખાતે 108 ફૂટ ઊંચી હનુમાનની પ્રતિમા (Statue of Hanuman 108 feet high)નું આવતીકાલે શુક્રવારના રોજ અનાવરણ કરવામાં આવશે.

આ પ્રતિમાના અનાવરણ અવસર પર રામકથા (Ramakatha)નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ શુભ અવસર પર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી(Former CM of Gujarat) તથા ઉત્તર પ્રદેશના વર્તમાન રાજ્યપાલ(The current Governor of Uttar Pradesh) શ્રીમતી આનંદીબેન પટેલ(Mrs. Anandiben Patel) હાજર રહેવાના છે. તેની સાથે અનેક સંતો-મહંતો, અનેક રાજદ્વારી મહેમાનો-મહાનુભાવો પણ પધારશે.

આ હનુમાનની પ્રતિમા ગુજરાતની સૌથી ઊંચી પ્રતિમા હશે. 108 ફુટ ઊંચાઈ ધરાવતી હનુમાનની આ પ્રતિમા મોરબીના બેલા પાસેના ખોખરા હનુમાન હરિહરધામ ખાતે નિર્માણ પામેલ છે. ખોખરા હનુમાન હરિહરધામ ખાતે 108 ફુટ ઊંચી હનુમાન મહારાજની પ્રતિમાના અનાવરણ અવસર પર આયોજીત રામકથા શુભારંભ પ્રસંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉપસ્થિત રહેશે.

આ પ્રતિમાના અનાવરણ અવસર પર તા. 8 થી 16 એપ્રિલ સુધી રામકથાનું આયોજન કરવામાં આવેલ છે. અહી કથાવીરામ બાદ બપોરના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કથાશ્રવણ મહામંડલેશ્વર 1008 કનકેશ્વરીદેવી કરાવશે. આ સાથે રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો પોતાની કલા દર્શાવશે. આ ઉપરાંત આરોગ્ય વિષયક 3 જેટલા વિવિધ કેમ્પ પણ યોજવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *