હિન્દુ-મુસ્લિમ એકતા: મુસ્લિમ વ્યક્તિએ બે હિંદુ દીકરીઓને દત્તક લઈ હિંદુ વિધિ અનુસાર કરાવ્યા લગ્ન – જાણો કયાંની છે ઘટના

ભારત એક સર્વ ધર્મ ધરાવતો દેશ છે. ભારતમાં અવાર-નવાર હિન્દુ-મુસ્લિમની એકતાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવી વધુ એક ઘટના મહારાષ્ટ્રમાંથી સામે આવી છે કે, જ્યાં એક મુસ્લિમ યુવકે હિંદુ બહેનની બે દીકરીઓને દત્તક લીધી હતી અને બંને હિન્દુ દીકરીઓનો ઉછેર કરી બંનેના લગ્ન હિંદુ રિવાજ પ્રમાણે કરાવ્યા હતા. ઘણા લોકો હિંદુ અને મુસ્લિમમાં ભેદભાવો કરતા હોય છે, પરંતુ આ મુસ્લિમ વ્યક્તિએ દેશ સામે હિંદુ મુસ્લિમ એકતા, માનવતા અને સદ્વ્યવહારની મિશાલ રજૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, આ ઘટનાની હાલમાં લોકો ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે. આ ઘટના મહારાષ્ટ્રના સેવગામ તાલુકાના બોધગાંવ ખાતે સવિતા નામની મહિલા તેના પતિ, બે દીકરી અને દીકરા સાથે રહેતી હતી. સવિતાનો પતિ થોડા વર્ષો પહેલાં તેને છોડીને ચાલ્યો ગયો હતો. જેના કારણે નિરાધાર બનેલી સવિતા તેના માતા-પિતાના ઘરે રહેવા માટે સંતાનોને લઈને ચાલી આવી હતી. પિયરમાં બાબા પઠાણ નામનો વ્યક્તિ સવિતાની સામેના મકાનમાં રહેતો હતો. સવિતાને કોઈ ભાઈ ન હોવાથી તેણે બાબા પઠાણને ધર્મનો ભાઈ માન્યો હતો.

સવિતાને કોઈ ભાઈ ન હોવાથી તેણે બાબા પઠાણને દર વર્ષે રાખડી પણ બાંધે છે. જોકે, મુસ્લિમ હોવા છતાં પણ તેણે હિંદુ બહેનની તકલીફને સમજીને તેની બંને દીકરીઓને દત્તક લીધી હતી. બંને દીકરીઓને ઉછેરવા માટેનો તમામ ખર્ચ બાબા પઠાણે ઉઠાવ્યો હતો. જ્યારે બંને દીકરીઓ ઉંમરલાયક થઈ ગઈ ત્યારે બાબા પઠાણે પોતે કરેલી જીવનભરની કમાણીની બચતમાંથી બંને દીકરીઓના લગ્ન હિંદુ વિધી અનુસાર ધામધૂમથી કરાવ્યા હતા.

બાબા પઠાણે જણાવે છે કે, આ બને મારી દીકરીઓ જ છે. બાબા પઠાણે પોતાના ધર્મથી પરે જઈને દત્તક લીધેલી બંને હિંદુ દીકરીઓના લગ્નમાં પોતે જ દીકરીના મામા બનીને કન્યાદાનની વિધિ પૂર્ણ કરી હતી અને બંને દીકરીઓના લગ્નનો અડધો ખર્ચ પોતાની આજીવનની બચતમાંથી એકઠા થયેલા પૈસાથી ઉઠાવ્યો હતો. જે બહેનની દીકરીઓને બાબા પઠાણે મામાની ફરજ નિભાવી લાડકોડથી ઉછેરીને મોટી કરી હતી, તે દીકરીની વિદાય સમયે બાબા પઠાણની આંખોમાં પણ આસું આવી ગયા હતા. ખરેખર બાબા પઠાણે હિંદુ અને મુસ્લિમમાં ભેદભાવો દુર કરીને કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પડ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *