અમેરિકાનાં નવાં રાષ્ટ્રપતિ તરીકે જો બાઈડનની પસંદગી થઈ છે ત્યારે હાલમાં ગુજરાતને ગૌરવ અપાવે એવી જાણકારી સામે આવી રહી છે. અમેરિકામાં વ્હાઇટ હાઉસમાં નવા પ્રમુખ જો બાઇડન 20 જાન્યુઆરીનાં રોજ એટલે કે આવતીકાલે શપથ ગ્રહણ કરશે.
ટીમ બાઇડનમાં 2 ગુજરાતી સહિત 20 ભારતીયોને કાઉન્સિલની વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે કે, જેમાં મૂળ માંડવી તાલુકામાં આવેલ દુર્ગાપુરના જૈન પરિવારની રીમા શાહ 31 વર્ષીય યુવા વયે ડેપ્યુટી એસોસિયેટ્સ કાઉન્સેલના મહત્ત્વના હોદ્દા પર ફરજ બજાવશે. આમ તેમની વરણીની સાથે કચ્છનું ગૌરવમાં વધારો થયો છે.
મૂળ દુર્ગાપુરના વતની તેમજ અમેરિકામાં આવેલ ન્યૂજર્સીનાં મોલના વ્યવસાય સાથે સંબંધિત જૈન પરિવારના રીમા શાહની ડેપ્યુટી એસોસિયેટ્સ તરીકે વરણી કરવામાં આવી છે. પ્રીતિબેન ભરત ચનાની પુત્રીને આ ગૌરવવંતું સ્થાન મળતાં વિશા ઓસવાળ મૂર્તિ પૂજક જૈન સમાજમાં આનંદની લાગણી જોવા મળી હતી.
મૂળ ભુજના યુવાન પણ હાલમાંમાં બન્યા સેનેટર :
થોડા સમય પહેલાં પણ ઓહિયા સ્ટેટની ચૂંટણીમાં મૂળ ભુજના નીરજ અંતાણી સેનેટર તરીકે ચૂંટાઇ આવ્યા હતા. તેની સાથે સૌથી યુવા વયના સેનેટર તરીકેનું બહુમાન તેમણે મેળવ્યું હતું. હવે મૂળ દુર્ગાપુરની યુવતીને અગત્યની જવાબદારી સોંપવામાં આવતાં અમેરિકામાં કચ્છનું નામ રોશન થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle