પર્વતમાંથી હીરા મળવાના સમાચાર સાંભળીને ગ્રામજનોએ રાત-દિવસ મહેનત કરીને ખોદી નાંખ્યો આખો પર્વત, પરંતુ નીકળી એવી વસ્તુ કે…

પૂર્વ દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ-નાતાલની એક ટેકરી પર મળી ચળકતી ધાતુને લોકો કિંમતી હીરા તરીકે ધ્યાનમાં લેતા હતા, પરંતુ હકીકતમાં એક ચળકતો પથ્થર નીકળ્યો છે. શરૂઆતની…

પૂર્વ દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ-નાતાલની એક ટેકરી પર મળી ચળકતી ધાતુને લોકો કિંમતી હીરા તરીકે ધ્યાનમાં લેતા હતા, પરંતુ હકીકતમાં એક ચળકતો પથ્થર નીકળ્યો છે. શરૂઆતની તપાસમાં બહાર આવ્યું છે કે, આ પત્થરો ક્વાર્ટઝ ક્રિસ્ટલ છે.

ડેઇલીમેલના અહેવાલ મુજબ, પર્વત પર એક પશુ ચરાવતા ચળકતો પથ્થર મળ્યો, જેને તે હીરા માનતો હતો. આ પછી લોકો હીરા શોધવા પર્વત પર પહોંચ્યા અને ખોદવાનું શરૂ કર્યું. હીરા મળવાના સમાચાર સાંભળીને લોકો હીરા મળે તેવી આશાએ દૂર-દૂરથી પહોંચવા લાગ્યા અને પર્વત પર ખોદવાનું શરૂ કર્યું.

જો કે, પ્રારંભિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે, ટેકરી પર મળી આવેલી ચળકતી ધાતુ ફક્ત એક ચમકતો પથ્થર છે, જેનું મૂલ્ય હીરા કરતા ખૂબ ઓછું છે. પહાડ પર લોકોના એકઠા થયા પછી, સરકારે ભૂ-વૈજ્ઞાનિક અને ખાણકામ નિષ્ણાતોને નમૂનાઓ એકત્રિત કરવા મોકલ્યા. ત્યારબાદ તપાસમાં જાણવા મળ્યું છે કે, શોધાયેલા પત્થરો હીરા નથી.

ભૂસ્તર વૈજ્ઞાનિક અને ખાણકામ નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, પર્વત પરથી મળી આવેલા પત્થરો ક્વાર્ટઝ સ્ફટિકો છે અને તેમની કિંમત હીરાની તુલનામાં ઘણી ઓછી હશે. હીરાના સમાચાર સાંભળીને હજારો લોકો ડુંગર પર પહોંચ્યા અને રાત-દિવસ ખોદકામ કર્યું. જોકે, વહીવટીતંત્રે હવે તે જગ્યા ખાલી કરી દીધી છે, કારણ કે ભીડ એકઠા થવાને કારણે કોવિડ -19 ફેલાવાનું જોખમ પણ હતું.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ વિસ્તાર જોહાનિસબર્ગની 190 માઇલ અથવા લગભગ 305 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં ડોલરાઇટ નામના જ્વાળામુખીના પથ્થરની નજીક આવેલું છે અને આ તે ક્ષેત્રમાં નથી આવતું જ્યાં હીરા મળી આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *