નવો આવેલો ગેસનો બાટલો અડધો ખાલી તો નથી ને? આ દેશી જુગાડથી કરો ચેક

Gas Cylinder: હાલમાં ગુજરાતના અનેક શહેરોમાં ગેસની બોટલોને લગતી અનેક સમસ્યાઓ આવે છે વારંવાર લોકોની ફરિયાદ રહે છે કે અમારો સિલિન્ડર બહુ જલદી ખલાશ થઈ ગયો, પરંતુ કંપનીના સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરવાના કૌભાંડ જ ચાલતા હોય ત્યાં શું થાય ? ત્યારે આવા અનેક કૌભાંડો દિવસેને દિવસે બહાર આવે છે જેનો સામનો સામાન્ય લોકોને કરવો પડે છે આથી જયારે તમારા ઘરે ગેસ સિલિન્ડર(Gas Cylinder) આવે ત્યારે અને તમને જો તેમાં કોઈ શંકા હોય તો તમે આજે અમે એક ટ્રીક બતાવી તેની મદદથી જાણી શકો છો કે ગેસની બોટલ અડધી ભરેલી છે કે આખી ભરેલી ત્યારે ચાલો જાનિએશુ છે તે ટ્રીક…

અનેકવાર છેતરપિંડીના કિસ્સાઓ સામે આવે છે
જો તમારા ઘરે ગેસ સિલિન્ડર કનેક્શન હોય તો જરા ચેક કરીને ગેસ સિલિન્ડર લેજો. કેમ કે અત્યાર સુધી તમે ગેસ સિલિન્ડરમાં કેટલાક પ્રમાણમાં ગેસ ઓછો આવતા હોવાનું સાંભળ્યું કે જોયું હશે. ત્યારે થોડા સમય અગાઉ એક કિસ્સો એવો સામે આવ્યો કે જેમાં પુરે પૂરો સિલિન્ડર ખાલી ગ્રાહકને પધરાવી દીધો હતો.જે નોંધાયેલ સિલિન્ડર તેમના ઘરે ડિલિવરી મેન આપવા પહોંચ્યો. પણ સીલ પેક ખાલી સિલિન્ડર કર્મચારી આપીને પધરાવી જતો રહ્યો હતો.ત્યારે તમારી સાથે પણ આવો બનાવ ન બને તે માટે તમે પણ ભીના કપડાંની મદદથી ગેસ સિલિન્ડર ચેક કરો.

આ રીતે ભીના કપડાંની મદદથી સિલેન્ડર ચકાસો
તમે એક ભીના કપડાંની મદદ વડે સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે, તે જાણી શકો છો. સૌથી પહેલાં તમારે પલળેલા કપડાને ગેસ સિલિન્ડરની આસપાસ લપેટવું પડશે અને લગભગ 1 મિનિટની રાહ જોવી પડશે. સમય પુરો થયા બાદ કપડું હટાવી દો, થોડીવાર સિલિન્ડરમાં થનાર ફેરફારને નોટિસ કરો. તમને જોવા મળશે કે સિલિન્ડર થોડો ભાગ સુકાઇ જશે, જ્યારે થોડો ભાગ ભીનો રહેશે. આમ એટલા માટે થશે કારણ કે સિલિન્ડરનો ખાલી ભાગ ગરમ થાય છે, અને પાણી જલદી સોસી લે છે, જ્યારે સિલિન્ડરના જેટલા ભાગમાં ગેસ ભરેલો હોય છે તે ભાગ થોડો ઠંડો રહે છે, અને તે જગ્યા પર પાણી સુકાવવામાં સમય લાગે છે.

કડક પગલા ભરવા માંગ
હાલમાં તહેવાર આવશે અને સાથે મોંઘવારી. જે સમયે આવી ઘટના બને તો ગેસ સિલિન્ડર પૂરો થવા પર અને કાયદાકીય પ્રક્રિયાને લઈને નવો સિલિન્ડર ન મળે ત્યાં સુધી ઘરમાં રાંધવું શુ તે પ્રશ્ન સર્જાય છે. તેમાં પણ ઇંધણના ભાવમાં વધારા સાથે ગેસ સિલિન્ડરના ભાવ પણ આસમાને છે.

જે આસમાને પહોંચેલા ભાવ આપવા છતાં પણ તેની સામે ગ્રાહકને પૂરતી સર્વિસ ન મળે ત્યારે ગ્રાહક સાથે સીધી છેતરપિંડી થાય અને ગ્રાહકે હેરાન થવાનો વારો આવી જાય છે ત્યારે જરૂરી છે કે વિવિધ એજન્સીઓ સામે અને છેતરામણ કરતાં ડિલિવરી બોય સામે કડક પગલાં લેવાની જરૂર છે. જો કે તમને આપેલી આ રીતથી પણ તમે સિલેન્ડર ચેક કરીને છેતરપિંડીનો ભોગ બનતા બચી જશો.