દુનિયામાં વૃક્ષોની સંખ્યા સતત ઓછી થઈ રહી છે. જોકે, તેમને બચાવવા માટે પણ ઘણા ઉપાયો કરવામાં આવી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં એક દેશ એવો પણ છે, જ્યાં સરકાર તરફથી કાયદો બનાવવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓ ઓછામાં ઓછાં 10 વૃક્ષો વાવવા, તો જ તેમને યુનિવર્સિટી તરફથી સ્નાતક (ગ્રેજ્યુએશન)ની ડિગ્રી આપવામાં આવશે.
આ દેશનું નામ છે ફિલિપાઈન્સ, જ્યાંની સરકારે પર્યાવરણ બચાવવા માટે અનોખો કાયદો લાગુ કર્યો છે. ફિલિપાઈન્સની સરકારે આ કાયદો એટલા માટે લાગુ કર્યો છે, કારણ કે ભારે માત્રામાં વૃક્ષો કાપવાને કારણે દેશનું કુલ વન આવરણ 70 ટકાથી ઘટીને 20 ટકા પર આવી ગયું છે.
આ કાયદા અંતર્ગત સરકારે દેશમાં એક વર્ષમાં 175 મિલિયન કરતા વધુ વૃક્ષો વાવીને, તેમનું પોષણ કરવાનો અને તેમને વિકસિત કરવાનું લક્ષ્ય બનાવ્યું છે. દરેક વિદ્યાર્થીએ પોતાની સ્નાતકની ડિગ્રી મેળવવા માટે ઓછામાં ઓછાં 10 વૃક્ષો વાવવા અનિવાર્ય છે.
આ કાયદાને ગ્રેજ્યુએશન લીગસી ફોર ધ એન્વાયરન્મેન્ટ એક્ટ નામ આપવામાં આવ્યું છે, જેને ફિલિપાઈન્સની સંસદમાં સર્વસહમતિથી પાસ કરવામાં આવ્યો છે. આ કાયદો કોલેજો, પ્રાથમિક સ્તરની સ્કૂલો અને હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે પણ લાગુ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.