પ્લેટફોર્મ ટીકીટથી પણ ટ્રેનમાં મુસાફરી કરી શક્કો છો- જાણો રેલવેનો આ નિયમ

લાંબી યાત્રા કરવી હોય કે પછી આરામદાયક સફર કરવી હોય, બધાને ટ્રેન ની સફર વધુ ગમે છે. ટ્રેનમાં સફર કરવા માટે લોકો મહિનાઓ પહેલા રિઝર્વેશન…

લાંબી યાત્રા કરવી હોય કે પછી આરામદાયક સફર કરવી હોય, બધાને ટ્રેન ની સફર વધુ ગમે છે. ટ્રેનમાં સફર કરવા માટે લોકો મહિનાઓ પહેલા રિઝર્વેશન કરાવે છે. રિઝર્વેશનમાં 2 રીતે ટિકિટ બુક કરવામાં આવે છે. ટિકિટ રિઝર્વેશન બારી અને ઓનલાઇન વેબસાઈટ દ્વારા ટિકિટ બુક કરવામાં આવે છે. પરંતુ ક્યારેક અચાનક યાત્રા કરવાની થાય ત્યારે શું કરવું? તેના માટે મોટાભાગના લોકો તરત જ ટિકિટ બુક કરાવવા માત્રનો વિકલ્પ માને છે. પરંતુ આજે અમે કહીએ છીએ કે પ્લેટફોર્મ ટિકિટ દ્વારા પણ સફર કરી શકાય છે. તમે ચિંતા ના કરો આ વાત સાચી જ છે આવો જાણીએ રેલવેનો નિયમો દ્વારા શું કહે છે.

પ્લેટફોર્મ ટિકિટ પર યાત્રા……

જો કે તમારી પાસે પ્લેટફોર્મ ટિકિટ છે અને ટ્રેનમાં ચડી ગયા છો તો ડરવાની કોઈ જરૂર નથી. તમે ટિકિટ ચેકર ની પાસે જઈને ટિકિટ બનાવી શકો છો. હા, આ રેલવેનો જ નિયમ છે. ઉતાવળમાં યાત્રી પ્લેટફોર્મ ટિકિટ લઇને ટ્રેનમાં સફર કરી શકે છે, પરંતુ તમારે તરત જ ટીટીઈ નો સંપર્ક કરવો જોઈએ. અને જ્યાં જવું હોય તેની ટિકિટ કરાવી જોઈએ. હવે તમને કોઈ પણ યાત્રા કરવા રોકી શકે નહીં. આ પરિસ્થિતિમાં યાત્રી પાસેથી 250 રૂપિયા સફરનો ભાડુ વસુલ કરવામાં આવે છે.

શું છે તેનો ફાયદો……

પ્લેટફોર્મ ટિકિટ નો ફાયદો માત્ર એ જ છે કે યાત્રીએ તેનું ભાડું સ્ટેશનમાં ચૂકવવાનું હોય છે. જ્યાંથી તેણે પ્લેટફોર્મ ટીકીટ લીધી હોય છે. હવે મુસાફર પાસેથી ભાડું ફક્ત તેનો જ વસૂલ કરવામાં આવશે જ્યાંથી તે ટ્રેનમાં ચડ્યા હોય.

ટ્રેન છૂટી ગઈ હોય ત્યારે શું કરવું?

ઘણી વખત જોવા મળે છે કે ટ્રેન છૂટી ગયા પછી લોકો પરેશાન થતા હોય છે કે ટ્રેન પણ ગઈ અને પૈસા પણ ગયા પરંતુ ટ્રેન છૂટી ગયા પછી પણ તમને તમારા પૈસા મળી શકે છે. ટ્રેન છૂટી ગઈ હોય તેવી પરિસ્થિતિમાં યાત્રીએ ટીડીઆર ભરીને પોતાની ટિકિટ માંથી ૫૦ ટકા રૂપિયા પાછા મેળવી શકે છે. તમારે આ કામ તે સમયે તરત જ કરવું જોઈએ.

જો તમારે ટીકીટ ખોવાઈ જાય તો તમારે પરેશાન થવાની જરૂર નથી..

જો તમારી રેલવેની ટિકિટ ખોવાઈ ગઈ હોય અને ટ્રેનમાં બેસી જાવ પછી જો તમને ખબર પડે કે ટીકીટ ખોવાઈ ગઈ છે. તે સમયે તમે ટીટીઈ ને 50 રૂપિયા દઈને તમારી ટિકિટ મેળવી શકો છો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *