ટ્રેનમાં ચોરી કરીને લૂંટવાની નવી તરકીબ ચોરો અજવામતા હોય છે તેમાં મુસાફરો સાથે દલીલબાજી અને મગજમારી કરીને સામાન ચોરી કરી લઈ જવાની એક નવી કરતૂત સામે આવી છે.તમારી રિર્ઝવ સીટ પર બેસીને આ ચોરો તમારી સાથે તમારી જ સીટ પર બેસીને ખોટો ઝઘડો ઉભો કરે છે લોકોનું ધ્યાન ભટકાવીને ચોર માલસામાન લઇને છૂમંતર થઇ જાય છે. એટલા માટે મુસાફરો એ ધ્યાન આપવું કે કોઇ ચોર કે લફંગા ઝઘડાનો લાભ ઉઠાવી ન જાય.કારણ કે મુસાફરો એ સહજ સ્વભાવ છે કે કોઇ ઝઘડો ચાલતો હોય તો લોકોનું ધ્યાન ત્યાં જતું જ હોય છે એ વાતને લુટેરા ઓ સારી રીતે જાણતા હોય છે.
મુસાફરોની આંખ ખોલનારી એક ઘટનાની વિગત એવી છે કે અમેઠીમાં રહેતા વીર વિક્રમ તેમની બહેન સ્નેહલતા સાથે્ આનંદ વિહાર સ્ટેશન પહોંચ્યા હતા.સદભાવના ટ્રેનમાં તેમનું રિર્ઝવેશન હતું. ટ્રેનમાં સામાન ગોઠવીને વીર વિક્રમ પોતાની સીટ. પર બેસવા ગયા તો અન્ય વ્યકિત ત્યાં બેઠો હતો. આ બાબતે ઝઘડો શરૂ થયો એટલામાં અન્ય ગઠીયો વીર વિક્રમની બેગ ફઠાવીને ફરાર થઇ ગયો હતો જેમાં સોનાની ચેન. ડાયમંડ રિંગ, રોકડા અને મહત્ત્વના દસ્તાવેજ હતા. વીર વિક્રમને ખબર પડી કે બેગ ગાયબ થઇ ગઇ છે એટલી વાર તો ટ્રેન ઉપડી ચુકી હતી.વીર વિક્રમે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.