કર્ણાટકમાં ફરી આવ્યું નવું નાટક, યેદુરપ્પાની જગ્યાએ આ નેતાએ ભૂલમાં લઈ લીધા મુખ્યમંત્રી પદના શપથ

Karnataka Cabinet Expansion: MLA Madhu Swamy mistakenly takes oath CM

TrishulNews.com

કર્ણાટકમાં મંગળવારે એક હેરાન કરી દે તેવો નજારો સામે આવ્યો છે. એ વખતે બધા જ હેરાન રહી ગયા જ્યારે બીજેપી મંત્રીએ જ મુખ્ય મંત્રી પદની શપથ લીધી અને યેદુરપ્પા જોતા રહી ગયા. મંગળવારે યેદુરપ્પાના નેતૃત્વવાળી ભાજપા સરકારના મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લીધા હતી. આ દરમિયાન એક મંત્રી પોતે જ મુખ્યમંત્રી બની બેઠા.

થયું કઈ એવું કે જ્યારે ભાજપા નેતા અને ધારાસભ્ય મધુ સ્વામી પદ અને ગોપનીયતાની શપથ લઈ રહ્યા હતા ત્યારે તેમણે ભૂલથી મુખ્યમંત્રી તરીકેના શપથ લઈ લીધા.

મધુ સ્વામી જ્યારે શપથ લઈ રહ્યા હતા ત્યારે તેમને મંત્રી બોલવાનું હતું પરંતુ તેમની જીભ લપસી પડી અને તેઓ મુખ્યમંત્રી બોલી ગયા. આ દરમિયાન સીએમ યેદુરપ્પા ના પ્રતિભાવ ખુબ જ મજેદાર હતા. તેઓ પોતાના મંત્રીની આ ભૂલ પર હસી પડ્યા. ત્યારબાદ તેમણે મધુ સ્વામીને ગળે મળ્યા.

Loading...

શપથગ્રહણ સમારોહમાં રાજ્યપાલ વજુભાઇ વાળા એ ૧૭ ધારાસભ્યોને મંત્રી પદની શપથ અપાવી. તેમાં શ્રીરમુલું, સી ટી રવિ, ઈશ્વરપ્પા અને જગદીશ શેટ્ટાર ના નામ સામેલ છે.

સૌને ખ્યાલ છે કે કોંગ્રેસ જેડીએસ સરકારને લઈને લાંબા ચાલેલા રાજકીય નાટક બાદ સરકાર પડી ગઈ હતી.જેનાબાદ યેદુરપ્પા ના નેતૃત્વમાં લગભગ ત્રણ અઠવાડિયા પહેલા કર્ણાટકમાં ભાજપાની સરકાર બનાવવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.