ઘણીવાર આપણી નજર સમક્ષ એવી બીમારીઓ આવતી હોય છે કે જેના વિશે કોઈએ ક્યારે સંભાળ્યું પણ હોતું નથી. ત્યારે હાલ એવી જ એક બીમારી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં એક નવ વર્ષીય બાળકીને એવી વિચિત્ર બીમારી છે કે જેના કારણે તેના શરીરનો રંગ બદલાઈ રહ્યો છે તેમજ તેની ચામડી પથ્થર જેવી થવા લાગે છે.
મળતી માહિતી અનુસાર, આ નવ વર્ષીય બાળકીનું નામ રાજશ્રી છે. તે છત્તીસગઢના બસ્તર જિલ્લાની રહેવાસી છે. નવ વર્ષીય રાજશ્રીને એવી વિચિત્ર બીમારી છે કે, જેના કારણે તેના શરીરનો રંગ બદલાઈ રહ્યો છે તેમજ તેની ચામડી પણ પથ્થર જેવી થવા લાગી છે, ધીરે ધીરે તેનું સમગ્ર શરીર જ પથ્થર જેવું થઈ રહ્યું છે, જેના કારણે રાજશ્રીને તેના દૈનિક કાર્ય કરવા માટે તેમજ ચાલવામાં પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
જાણવા મળ્યું છે કે, રાજશ્રી પણ જન્મ સમયે બાકી બાળકોની જેમ જ એકદમ નોર્મલ હતી. પરંતુ જન્મના એક વર્ષ પછી તેના શરીરમાં આ બીમારીના લક્ષણો દેખાવા લાગ્યા હતા. આ બાળકી માત્ર નવ વર્ષની ઉંમરે જ આવી ગંભીર બીમારી સામે જજુમી રહી છે. આ બીમારીના નિરાકરણ માટે તેના માતા પિતાએ અનેક ડોક્ટરોને બતાવ્યું, પરંતુ દરેક ડોક્ટર પાસેથી એક જ જવાબ મળ્યો કે આ બીમારીનો કોઈ જ ઈલાજ નથી.
આ બીમારી ટ્રી મેન્સીન્ડ્રોમ છે અને તે ભાગ્યે જ જોવા મળે છે. આ બીમારીમાં દર્દીને ચાલવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડે છે. તેમજ જેમ જેમ શરીર પથ્થર જેવું થતું જાય તેમ શરીરમાં દુખાવો પણ અસહ્ય થતો જાય છે. સૌથી દુઃખદ બાબત તો એ છે કે આવી બીમારીનો કોઈ જ ઈલાજ નથી. તેમાં પણ રાજશ્રીનો પરિવાર આર્થિક રીતે પણ ખૂબ જ નબળો છે. તેથી તે વધારે સારવાર પણ કરાવી શકતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.