‘અસાની વાવાઝોડા’ એ દિશા બદલી, રેડ એલર્ટ કરાયું જાહેર, દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા- જુઓ વિડીયો

બંગાળની ખાડીમાંથી ઉદભવેલ તીવ્ર ચક્રવાતી તોફાન ‘અસાની વાવઝોડું'(Asani cyclone) હવે પોતાની દિશા બદલીને આંધ્રપ્રદેશ(Andhra Pradesh) તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે(Meteorological Department) આંધ્રપ્રદેશના ત્રણ જિલ્લાઓ માટે રેડ એલર્ટ(Red alert) જાહેર કર્યું છે. આનો અર્થ એ છે કે ત્યાં સરળતાથી વિનાશની સંભાવના છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે આસાની બુધવારે સવારે કાકીનાડા અને વિશાખાપટ્ટનમ વચ્ચેના દરિયાકાંઠે અથડાશે. આ દરમિયાન તોફાની પવન 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે. ભારે વરસાદ પડી શકે છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં ચક્રવાત આસાનીની અસરને કારણે કાકીનાડામાં જોરદાર પવનો ફૂંકાવા લાગ્યા હતા અને દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા.

હવામાન વિભાગે આંધ્રપ્રદેશના ત્રણ જિલ્લા પૂર્વ ગોદાવરી, પશ્ચિમ ગોદાવરી અને યાનમ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે બુધવારે સવારે 8.30 વાગ્યા પછી તોફાની પવન ફૂંકાઈ શકે છે અને અહીં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 55 થી 65 કિમી પ્રતિ કલાકની રહેશે. કેટલીક જગ્યાએ 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

હવામાન વિભાગે ત્રણ અન્ય જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, આ છે – શ્રીકાકુલમ, વિઝિયાનગરમ અને વિશાખાપટ્ટનમ. અહીં પણ બુધવારે સવારે 8.30 વાગ્યા પછી ભારેથી અતિભારે વરસાદ અને 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ધારણા છે. આ સ્થિતિ 12 મેની સવાર સુધી રહેવાની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) ના છેલ્લા અપડેટમાં કહેવામાં આવ્યું હતું કે વાવાઝોડું છેલ્લા 6 કલાકથી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. તે બુધવારે સવારે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી દ્વારા મધ્ય પશ્ચિમમાં આંધ્રપ્રદેશના કિનારે પહોંચે તેવી શક્યતા છે. એવી શકયતાઓ પણ દેખાઈ રહી છે કે, ફરી એકવાર તેનો માર્ગ બદલશે અને માછલીપટ્ટનમ, નરસાપુર, યાનમ, કાકાનીડા, તુની અને વિશાખાપટ્ટનમના દરિયાકાંઠે આગળ વધતી વખતે ધીમે ધીમે ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે.

તે બુધવારે સાંજે બંગાળની ખાડીના મધ્ય-પશ્ચિમમાં આંધ્ર પ્રદેશના ઉત્તરમાં પહોંચે તેવી શક્યતા છે. પછી તે અખાતમાં ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે બુધવાર બપોર સુધીમાં આસાનીની તીવ્રતા ઘટવા લાગશે અને 12 મેના રોજ તે ડીપ પ્રેશર વિસ્તારમાં ફેરવાઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *