રમતા-રમતા કૂંડીમાં પડી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત: જાણો સમગ્ર ઘટના

Jamkandorana News: આજે માતા-પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવી રહ્યો છે. રાજ્યના જામકંડોરણાના દૂધીવદર ગામે વાડીની કુંડીમાં (Jamkandorana News) ડુબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે.

એક બાળકી રમતા-રમતા કુંડીમાં પડી ગઇ હતી. મૃતક બાળકી રાજસ્થાની શ્રમિક દંપતિની દિકરી હતી તેવી માહિતી મળી રહી છે. જેનું નામ પ્રિલ રાજ ગરાચીયા હોવાનું સામે આવી રહ્યું છે. બાળકીના માતા-પિતા અને પરીવારજનો વાડીમાં કામ કરતા હતા,ત્યારે આ ઘટના બની હતી.

બાળકીને કુંડીમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી જ્યાં ફરજ પરના ડોકટરોએ બાળકીને મૃત જાહેર કરી હતી. દિકરીના મોતથી શ્રમિક પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

મૃતક બાળકી રાજસ્થાની શ્રમિક દંપતિની દિકરી હતી..જેનું નામ પ્રિલ રાજ ગરાચીયા હોવાનું સામે આવ્યું છે.. બાળકીના માતા-પિતા અને પરીવારજનો વાડીમાં કામ કરતા હતા,ત્યારે આ ઘટના ઘટી હતી.