અમદાવાદની સિવિલમાંથી અજાણ્યો શખ્સ એક દિવસની બાળકીને લઈને થયો ફરાર- દોડતી થઇ પોલીસ

અમદાવાદ(ગુજરાત): એક દિવસની નવજાત બાળકીના અપહરણની ચોંકાવનારી ઘટના અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં બની છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ હોસ્પિટલના ત્રીજા માળે આવેલ વોર્ડમાંથી અપહરણ કર્યું છે.…

અમદાવાદ(ગુજરાત): એક દિવસની નવજાત બાળકીના અપહરણની ચોંકાવનારી ઘટના અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં બની છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ હોસ્પિટલના ત્રીજા માળે આવેલ વોર્ડમાંથી અપહરણ કર્યું છે. આ ઘટના બાદ હોસ્પિટલમાં ભાગદોડ શરુ થઇ ગઈ હતી. માસુમ બાળકીને શોધવાનો પ્રયાસો પણ પોલીસે શરુ કર્યો છે. હોસ્પિટલના તમામ CCTV ચેક કરવામાં આવી રહ્યાં છે.

મળતી માહિતી અનુસાર, પોલીસને સરસ્વતિ રાજેન્દ્ર પાસી મુળ અમેઠીના વતનીએ જાણ કરી હતી. તેમણે 31 ઓગસ્ટે બાળકીને જન્મ થયો હોવાનું જણાવ્યું હતું. તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં ત્રીજા માળે સ્થિત PNB વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. 2 સપ્ટેમ્બરે મધરાતે અઢીથી ત્રણ વાગ્યાની આસપાસ કોઈ અજાણી વ્યક્તિ તેમની એક દિવસની બાળકીનું અપહરણ કરીને ભાગી ગઈ હતી.

આ ઘટના બાદ હોસ્પિટલમાં સિક્યુરિટી અને બાળકોની સલામતિ સામે અનેક સવાલો ઉભા થયાં છે. હાલમાં પોલીસને આ વાતની જાણ થતાં પોલીસે તેની શોધખોળ શરુ કરી છે. આ ઉપરાંત હોસ્પિટલમાં લગાવવામાં આવેલા તમામ CCTV કેમેરા દ્વારા બાળકીને લઈ જનારને વ્યક્તિ શોધ કરવામાં આવી રહી છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે બાળકીની શોધખોળ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *