દાહોદ રેલ્વે સ્ટેશનમાં ઘુસ્યા બે હથિયારધારી આતંકવાદી- પકડાયા ત્યારે ખબર પડી કે આ તો….

Published on: 7:39 pm, Sat, 3 April 21

હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આવેલ દાહોદના રેલ્વે સ્ટેશનમાં 31 માર્ચના રોજ સવારના સમયે આતંકવાદી ઘુસી જાય તો શું તકેદારી રાખવી જોઈએ તે સંદર્ભે રેલ્વે પોલીસ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારો કે, રેલ્વે સ્ટેશનમાં આતંકવાદી ઘુસી જાય તેમજ રાષ્ટ્રીય સંપત્તિને નુકશાન પહોંચાડે તો ઘટનાસ્થળ પર ઉપસ્થિતોએ શું કાળજી લેવી તે સંદર્ભે ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

a mock drill was held at dahod railway station where terrorists had infiltrated1 min - Trishul News Gujarati Breaking News

આની સાથે જ મુશ્કેલીના સમયમાં જો કોઈ આતંક વાદી રેલ્વે સ્ટેશનમાં આવી જાય તો કેવા પ્રકારની સુરક્ષાલક્ષી કામગીરી કરીએ દાહોદ રેલ્વે પોલીસ દ્વારા તાલીમ અપાઈ હતી તેમજ મુસાફરોને પણ આ અંગે જાગૃત કરવામાં આવ્યા હતાં. આ મોકડ્રીલ કોઈક રીતે વાયરલ થતા દાહોદ શહેર સહિતના વિસ્તારોમાં દાહોદના રેલ્વે સ્ટેશનને આતંકવાદીઓએ બાનમાં લીધું હોવાની જબરજસ્ત અફવાઓ ફેલાઈ હતી.

a mock drill was held at dahod railway station where terrorists had infiltrated min - Trishul News Gujarati Breaking News

જેને ધ્યાનમાં લઈને દિવસભર આ બાબતે પૃચ્છા કરતા જે તે લોકો દ્વારા જાહેર વ્યક્તિઓ પર ફોનનો મારો ચલાવવામાં આવ્યો હતો. જો કે, ત્યારબાદ આ ફક્ત મોકડ્રીલ હોવાનું જાણી સહુએ હાશકારો લીધો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ અફવાને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.