મહાકુંભમાં અમૃત સ્નાન કરવા ગયેલા વિસનગરના મહેશ પટેલનું ભાગદોડમાં મોત; પરિવારજનો શોકમગ્ન

MahaKumbh News: પ્રયાગરાજ મહાકુંભના સંગમ સ્થળ પર થયેલી ભાગદોડમાં આશરે 30 ભાવિકોના મૃત્યુ થયા છે, જ્યારે 60 ભાવિકો ઘાયલ છે. જેમાં એક ગુજરાતી પટેલ વૃદ્ધનું દુઃખદ અવસાન થયું છે. મૃતક મહેશભાઈ સોમાભાઈ પટેલ મૂળ મહેસાણા (MahaKumbh News) જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામના રહેવાસી હતા અને હાલ સુરતમાં રહેતા હતા. મહેશભાઈ પટેલનો મૃતદેહ ઓન રોડ એમ્બ્યુલન્સ દ્વારા વતન કડા ગામે લઈ જવામાં આવ્યો છે. જે 24 કલાકમાં વતન પહોંચે તેવી શક્યતા છે.

મહાકુંભમાં ગુજરાતીનું મૃત્યુ
મૂળ વિસનગર તાલુકાના કડા ગામના અને વર્ષોથી સુરત થાય થયેલા 65 વર્ષે મહેશભાઈ તેમજ અન્ય સમાજના લોકો આ બધા ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભમાં સ્નાન કરવા માટે પહોંચ્યા હતા. બુધવારના રોજ થયેલી ભાગદોડમાં મહેશભાઈનું પ્રયાગરાજ ખાતે મૃત્યુ થયું હતું. જોકે એ હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે મહેશભાઈનું મૃત્યુ નાસ ભાગમાં થયું કે હાર્ટ અટેક આવવાને લીધે થયું.

પ્રયાગરાજ માં ઘણા લોકોના મૃત્યુ થયા
આપણે સૌ જાણીએ છીએ કે બુધવારના રોજ વહેલી સવારે પ્રયાગરાજ ખાતે ભાગદોડ થઈ હતી. જેમાં ઘણા લોકોના મોત થયા હતા અને સાથે સાથે જ મહેશભાઈનું મૃત્યુ પણ આ ભાગ દોડમાં થયું હોવાની વાત સામે આવી હતી. જોકે તેમના પરિચિત લોકોનું કહેવું છે કે તેમનું મૃત્યુ હાર્ટ અટેક આવવાથી થયું હતું. વહીવટી તંત્ર પાસેથી પણ મળેલી જાણકારી પ્રમાણે તેમને અટેક આવ્યો હતો.

મહેશભાઈ સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા છે
વિસનગરથી આશરે 9 કિલોમીટરના અંતરે આવેલા કડા ગામમાં અડધી રાતે થઈ હોવા છતાં, આજે લોકો જાગી રહ્યા હતા અને સમગ્ર ગામમાં શોકનો માહોલ ફેલાયેલો હતો. મહેશભાઈના પત્ની નું નામ દક્ષાબેન છે. મહેશભાઈ સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા હતા અને તેમાં કાર્યરત પણ હતા.

મહેશભાઈ મુંબઈ અને બેંગલોરમાં નોકરી કરી હતી
કડાના રહેવાસી ધર્મેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે મહેશભાઈનું આમ તો નામ મૂળજીભાઈ હતું. પરંતુ તેઓને લોકો મહેશભાઈના હુલામણા નામેથી બોલાવતા હતા. આખું ગામ તેમને મૂળજીભાઈના નામથી ઓળખે છે. તેઓનો જન્મ અહીંયા થયો હતો. અહીંયા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધા બાદ વિસનગરમાં કોલેજનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓ અભ્યાસ પૂર્ણ કરી મુંબઈ ખાતે મફતલાલ ગ્રુપમાં નોકરી માટે જોડાયા હતા. ત્યાંથી તેઓને બઢતી મળી હતી અને બેંગલોર નોકરી કરવા મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓ પરત મુંબઈ ફર્યા હતા અને પછી ફરજ માટે સુરત મોકલવામાં આવ્યા હતા. લગભગ છેલ્લા 15 વર્ષથી તેઓ પત્ની સાથે સુરતમાં રહેતા હતા.

સુરતમાં 15 વર્ષથી રહેતા હતા
મહેશભાઈના ભત્રીજા રાકેશકુમારે જણાવ્યું હતું કે મહેશભાઈ મારા કાકા થતા હતા અને સુરતમાં અઠવા વિસ્તારમાં રહેતા હતા. તેઓ છેલ્લા 15 વર્ષથી સુરત રહે છે અને પ્રયાગરાજમાં તેમનું આકસ્મિક મૃત્યુ થયું છે.