દરરોજ માત્ર 2 રૂપિયાની બચત કરીને વાર્ષિક 36000 રૂપિયાનું મેળવો પેન્શન, જાણો કેવી રીતે થશે નોંધણી 

કેન્દ્ર સરકાર અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે, જેમાંથી એક પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના છે. આ યોજના હેઠળ, શેરી વિક્રેતાઓ, રિક્ષાચાલકો, બાંધકામ કામદારો અને અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને તેમના વૃદ્ધાવસ્થાને સુરક્ષિત કરવામાં મદદ કરવામાં આવશે.

યોજના હેઠળ, સરકાર કામદારોને પેન્શનની ખાતરી આપે છે. આ સ્કીમમાં તમે દરરોજ માત્ર 2 રૂપિયાની બચત કરીને વાર્ષિક 36000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો. તો ચાલો જાણીએ તેના વિશે બધું…

55 રૂપિયા એક મહિનામાં જમા કરાવવા પડશે
આ સ્કીમ શરૂ કરવા પર તમારે દર મહિને 55 રૂપિયા જમા કરાવવા પડશે એટલે કે રોજના 2 રૂપિયાથી ઓછા. એટલે કે 18 વર્ષની ઉંમરે રોજના લગભગ 2 રૂપિયાની બચત કરીને તમે વાર્ષિક 36000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો.

જો કોઈ વ્યક્તિ 40 વર્ષની ઉંમરથી આ સ્કીમ શરૂ કરે છે, તો તેણે દર મહિને 200 રૂપિયા જમા કરાવવા પડશે. તમને 60 વર્ષની ઉંમર પછી પેન્શન મળવાનું શરૂ થશે. 60 વર્ષ પછી, તમને દર મહિને 3000 રૂપિયા એટલે કે પ્રતિ વર્ષ 36000 રૂપિયા પેન્શન મળશે.

આ દસ્તાવેજોની પડશે જરૂર
આ સ્કીમનો લાભ લેવા માટે તમારી પાસે સેવિંગ બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડ હોવું જરૂરી છે. વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

આ રીતે કરવાની રહેશે નોંધણી
આ માટે, તમારે સામાન્ય સેવા કેન્દ્ર (CSC) માં યોજના માટે નોંધણી કરાવવી પડશે. કામદારો CSC કેન્દ્રમાં પોર્ટલ પર પોતાની નોંધણી કરાવી શકે છે. સરકારે આ યોજના માટે વેબ પોર્ટલ બનાવ્યું છે. આ કેન્દ્રો દ્વારા ઓનલાઈન તમામ માહિતી ભારત સરકારને જતી રહેશ.

આપવી પડશે આ માહિતી
નોંધણી માટે, તમારે તમારા આધાર કાર્ડ, બચત અથવા જન-ધન બેંક એકાઉન્ટ પાસબુક, મોબાઇલ નંબરની જરૂર પડશે. આ ઉપરાંત, સંમતિ પત્ર આપવાનો રહેશે જે બેંક શાખામાં પણ આપવાનો રહેશે જ્યાં કાર્યકરનું બેંક ખાતું હશે, જેથી સમયસર તેના બેંક ખાતામાંથી પેન્શન માટે પૈસા કાપી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *