વડોદરામાં વિકૃત નરાધમે એક શ્વાન સાથે એવી કરતુત કરી કે, જાણી તમને પણ શરમ આવશે

હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં વડોદરા શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં વિકૃત માનસિકતા ધરાવતા યુવકે ક્રૂરતાની તમામ હદો પાર કરી નાખી છે. આ યુવકે એક કૂતરાના ગળામાં પટ્ટો બાંધી મોઢા પર લોખંડની પાઇપના ફટકા મારી એક્ટિવા પાછળ બાંધીને અડધો કિલોમીટર સુધી ઢસડી કૂતરાને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ વ્યક્તિ વિરુદ્ધ પોલીસ દ્વારા ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વેટરનરી પ્રોડક્ટનો વેપાર કરતાં અને એનિમલ એક્ટિવિસ્ટ તરીકે સેવા આપતા દયાનંદ ત્રિવેદીને જાણવા મળ્યું હતું કે, નાગરવાડા વોર્ડ નંબર-8ની ઓફીસની સામે એક શ્વાન લોહીલુહાણ હાલતમાં પડયું છે અને તેને તાત્કાલિક સારવારની જરૂર છે. જેથી તેઓ સહકર્મીઓ સાથે ત્યાં દોડી ગયા હતા.

ત્યાં રહેતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે, એઝાજ હનીફ મહંમદ શેખ નામના યુવકે કુતરાને ગળે પટ્ટો બાંધી માથામાં તથા મોઢાના ભાગે લોખંડની પાઇપના ફટકા માર્યા હતા. એટલું જ નહિ એઝાજે કૂતરાને એક્ટિવાની પાછળ બાંધી વોર્ડ નંબર-8ની કચેરી સુધી ઢસેડી જઇ કૂતરાને ફેંકીને ત્યાંથી ભાગી ગયો હતો.

ફરિયાદના આધારે પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ આઇપીસી 428 ,429 તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં ભુતડીઝાપા સ્થિત પશુ દવાખાનામાં શ્વાન સારવાર હેઠળ છે. આ શ્વાન અત્યારે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, શહેરમાં અગાઉ પણ વિકૃત માનસ ધરાવતા વ્યક્તિઓ દ્વારા કૂતરા સહિતના મૂંગા પશુઓ પર અત્યાચાર ગુજારવાની ઘટનાઓ સામે આવી છે. આ દરમિયાન વધુ એક ઘટના બનતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. જીવદયા પ્રેમીઓએ મૂંગા પશુઓ પર અત્યાચાર ગુજારતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે. જેથી મૂંગા પશુઓ ઉપર અત્યાચાર ગુજારતા તત્વોમાં ડર બન્યો રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *