અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવ્યું ત્યારથી સામાન્ય લોકો ખૂબ ચિંતિત છે. છેલ્લા કેટલાક દિવસોથી કાબુલ સહિત જુદા જુદા શહેરોમાં તાલિબાન સરકાર વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે, મહિલાઓ આ દેખાવોનું નેતૃત્વ કરી રહી છે. પરંતુ તાલિબાન આ પ્રદર્શનને ઉત્તેજક થઇ રહ્યા છે.
આ જ કારણ છે કે, તાલિબાનોએ વિરોધ કરી રહેલી મહિલાઓ, સામાન્ય લોકો અને તે પ્રદર્શનને આવરી લેતા પત્રકારો પર આકરા પ્રહારો કર્યા છે. તાલિબાન દ્વારા વચગાળાની સરકારની જાહેરાત બાદ મહિલાઓએ કાબુલમાં જુદા જુદા સ્થળોએ પ્રદર્શન કર્યું અને સરકારમાં હિસ્સાની માંગણી કરી હતી.
જોકે મહિલાઓનું પ્રદર્શન નાનું હતું પરંતુ તે તાલિબાનને પણ હચમચાવી ગયું હતું. તાલિબાન લડવૈયાઓએ મહિલાઓને માર માર્યો હતો, જ્યારે ત્યાં હાજર પત્રકારોને પણ માર્યા હતા. હવે સરકારની રચના બાદ તરત જ તાલિબાને જાહેરાત કરી છે કે, સરકારની પરવાનગી વગર કોઈ પ્રદર્શનની મંજૂરી આપવામાં આવશે નહીં.
આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તાલિબાન લડવૈયાઓ દ્વારા મહિલાઓને મારવામાં આવી રહી છે. તાલિબાન લડવૈયાઓએ મહિલાઓ અને પત્રકારોને દંડા અને રાઇફલ બટ્ટોથી માર્યા છે. તેમજ ઘણા પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે અને મારપીટ કરવામાં આવી છે.
મહિલાઓ દ્વારા પ્રદર્શન પણ એટલા માટે કરવામાં આવી રહ્યા છે કારણ કે, તાલિબાને સત્તા પર આવ્યા બાદ મહિલાઓ પર ઘણા પ્રતિબંધો લાદ્યા છે. છોકરાઓ અને છોકરીઓ શાળા અને કોલેજમાં સાથે ભણતા નથી, ડ્રેસને લગતા ઘણા પ્રતિબંધો છે, સ્ત્રીઓ અત્યારે કામ કરવા માટે સક્ષમ નથી. જ્યારે તાલિબાને કહ્યું હતું કે, તે મહિલાઓને તેની સરકારમાં હિસ્સો આપશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.