હાઈવે છે કે ચંદ્ર? ખાડા જોઈને મુંજવણમાં પડ્યા નેત્રંગ-ડેડીયાપાડાના લોકો

નેત્રંગથી ડેડીયાપાડા હાઈવેની ઉપર સામાન્ય વરસાદ પડતાં રસ્તો ધોવાય જતા ગાબડાઓ પડી ગયા છે. આ ગાબડા રીપેર કરવામાં આવતા નથી કે રસ્તાને પણ સરખો કરવામાં…

નેત્રંગથી ડેડીયાપાડા હાઈવેની ઉપર સામાન્ય વરસાદ પડતાં રસ્તો ધોવાય જતા ગાબડાઓ પડી ગયા છે. આ ગાબડા રીપેર કરવામાં આવતા નથી કે રસ્તાને પણ સરખો કરવામાં નથી આવતો. અગાઊ રસ્તો રીપેર કરવા ધારદાર કપચા નાખવામાં આવતા વાહનોના ટાયર ઘસાઈ જતા હતા અને ફાટવાના બનાવ બનતા હતા. અત્યારે ખાડામાં વાહન પડતા ભારે નુકસાનનું ભોગ બનવું પડે છે. ખાડાથી બચવા વાહન કોઈપણ બાજુ ચલાવવામાં આવે તો અકસ્માતનો ભય રહે છે. કેટલાય ટુ વહીલ ચાલકો ખાડામાં પડે છે અને અકસ્માત સર્જાય છે. ચાલુ ગાડીમાંથી પડી જતા ગંભીર અકસ્માતો સર્જાય છે. અગાઉ કેટલીયે વાર લોકોએ રજૂઆતો કરી હોવા છતાં તંત્રની ઊંઘ ઊડતી નથી જેનો ભોગ લોકો બની રહ્યા છે.

અંકલેશ્વરથી બુરહાનપુર જતો હાઇવે નેત્રંગથી ડેડીયાપાડા 753 B હાઇવેને જાણે કોઈનું ગ્રહણ લાગ્યું હોય એમ લાગી રહ્યું છે. નેત્રંગથી ડેડીયાપાડા 25 કિમીના રસ્તામાં 2500 થી વધુ મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે. આ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાની ત્રણ વરસની મરામતની જવાબદારી એજન્સીની હોય છે. તેમ છતાં આટલો રસ્તો ખરાબ થવા છતાં એજન્સી દ્વારા રસ્તો રીપેર કરવામાં આવતો નથી અને જ્યારે રીપેર કરે છે તો યોગ્ય રીતે મરામત નહિ થતી હોવાથી આગળ રીપેર થતું હોય તો પાછળ ફરી રોડ તૂટી જાય છે.

આટલી ખરાબ પરિસ્થિતિ રસ્તાની થઈ હોવા છતાં હાઇવે ઓથોરીટીના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સબ કોન્ટ્રાક્ટરને માત્ર નોટીસ આપવાનો ડહોળો કરાઈ છે પરંતુ યોગ્ય કામગીરી કરાવામાં નથી આવતી. સામાન્ય વરસાદમાં આ રસ્તાનું ધોવાણ થઈ જતું હોય તો ભારે વરસાદ પડે તો આ રસ્તાની શું હાલત થાય એ એક પ્રશ્ન છે. સત્વરે માર્ગ અને મકાન વિભાગ આ રસ્તાનું યોગ્ય સમારકામ કરાવે તેવી લોકોની માંગણી છે.

નેત્રંગ ડેડીયાપાડા રસ્તા ઉપર ખાડાઓ પડી ગયા છે. આ બાબતે અગાઉ એજન્સીને નોટીસ પણ આપવામાં આવી છે. આ રસ્તાનું સમારકામ અમે એજન્સીને જાણ કરી ત્રણ દિવસમાં કરાવી દઈશું. અમારા ધ્યાનમાં છે જ વહેલી તકે રીપેરીંગ કરવામાં આવશે તેવું એન.એચ.માર્ગ અને મકાન વિભાગ ડીઈ દ્વારા કહેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *