અમેરિકા: હાલમાં અમેરિકા(America)ના કેલિફોર્નિયા(California)માં રહેણાક વિસ્તારમાં વિમાન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. વિમાન ક્રેશ(Plane crash) થઈને ઘરોની ઉપર પડી ગયું. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા બે લોકોના મોત નીપજ્યા છે અને ઘણા લોકો ઘાયલ પણ થયા હતા.
અહેવાલો અનુસાર, આ નાનું વિમાન બે એન્જિનનું હતું. હવામાં ઉડતી વખતે તેમાં થોડી ખામી સર્જાઈ અને તે અચાનક રહેણાંક વિસ્તારમાં પડી પડ્યું. તે પડતાની સાથે જ જોરદાર વિસ્ફોટ સાથે આગ લાગી હતી. ઘણા મકાનો પણ આ આગની ચપેટમાં આવી ગયા હતા.
View this post on Instagram
પાયલોટ સહિત ઓછામાં ઓછા બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 3-4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે, આ વિમાન દુર્ઘટના San Diegoમાં આવેલી એક શાળાની નજીક બની હતી. આ અંગે ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, આ નાના વિમાનની ચપેટમાં એક મકાન આવી ગયું. જે બાદ તે એક ટ્રક સાથે ટકરાઈ ગયું. જેના કારણે વિમાન અને ઘર બંને આગની ઝપેટમાં આવી ગયા હતા.
સાક્ષીઓએ જણાવ્યું કે એક નાનું વિમાન અચાનક ઘરો ઉપર આવી ગયું. કદાચ પાયલોટે પ્લેનનો કાબૂ ગુમાવ્યો હતો. જે સ્થળે આ અકસ્માત થયો તે રહેણાંક વિસ્તાર છે. આ વિસ્તારમાં હજારો લોકો રહે છે. આ વિમાન દુર્ઘટનામાં લગભગ 10 મકાનોને નુકસાન થયું છે. બચાવ ટીમ દ્વારા ઘણા લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. કેટલાક વાહનોને પણ નુકસાન થયું છે. એક વ્યક્તિએ જણાવ્યું કે, તે ખૂબ જ ક્રૂર દ્રશ્ય હતું. આગથી સળગતા કરતા મકાનો જોવા એ ખુબ જ ખરાબ અનુભવ હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.