રાજ્યમાંથી અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. જેને કારણે અનેક નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. જેને કારણે સમગ્ર પરિવારજનોમાં શોકનો માહોલ ફરી વળતો હોય છે. આજે સવારમાં આણંદ જીલ્લામાં આવેલ ઓડ ગામ નજીક વહેલી સવારમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો.
જેમાં નોકરી જવા માટે નીકળેલા કુલ 3 આશાસ્પદ નવયુવાનોના મોત નીપજ્યા છે. ત્રણેય નવયુવાનો કાળમુખી ટ્રક નીચે આવી જતાં મોત થયા હતાં. ઘટનાસ્થળ પર જ કુલ 3 યુવકોના કમકમાટીભર્યા મોત થયાં હતાં. આવી જ એક અકસ્માતની કરુણ ઘટના રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરમાંથી સામે આવી રહી છે.
શહેરમાં આવેલ સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસની ગાડીને અકસ્માત નડ્યો હતો. શાહપુર બાજુ જવાના માર્ગ પર પોલીસની ગાડી પલટી મારી ગઈ હતી. ગાડીમાં સવાર એક પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત પછી આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા હતા. આની સાથે જ 108 ને કોલ કરીને બોલાવવામાં આવી હતી. એમ્બ્યુલન્સે ઘટનાસ્થળ પર પહોંચીને પોલીસ કર્મીની સારવાર શરૂ કરી દીધી હતી.
મળી રહેલ જાણકારી મુજબ રિવરફ્રન્ટના ઈસ્ટ પોલીસ સ્ટેશનની ગાડી પલટી મારી ગઈ હતી. ગાડીમાં ઈન્ચાર્જ પોલીસ કર્મી ઈશ્વરસિંહ સવાર હતા. જેઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. આજુબાજુના લોકોએ પોલીસકર્મીને ગાડીમાંથી બહાર કાઢીને 108ને બોલાવવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle