અમરેલી(ગુજરાત): દુષ્કર્મના ગુનામા જેલમા સજા ભોગવી રહેલા અને અમરેલીમાં રહેલા કેદી વચગાળાની જામીન પર રજા આપવામાં આવી હતી. બાદમાં પેરોલ ફર્લો સ્કવોડે પકડીને ફરી જેલમાં મોકલવાની કાર્યવાહી શરુ કરી હતી.
અમરેલીના માણેકપરા શેરી નં-7મા રહેતા લાલજી ઉર્ફે બાદલ રવજી માલકીયા નામના વ્યક્તિને દુષ્કર્મના ગુનામા અમરેલી જિલ્લાની જેલમા સજા ભોગવી રહ્યો હતો.એડી.સેશન્સ કોર્ટે તેને જામીન પર તા. 27/5/21ના રોજ રજા આપી હતી. અને તા. 10/6/21ના જિલ્લા જેલમા હાજર થવાનુ કહ્યું હતું. ત્યારે આ કેદી ભાગી ગયો હતો.
જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયની આદેશથી પેરોલ ફર્લો સ્કવોડેના ઇન્ચાર્જ PSI આર.કે. કરમટા તથા ASI શ્યામકુમાર બગડા, જયપાલસિંહ ઝાલા, અજય સોલંકી, જીજ્ઞેશ પોપટાણી, જનક કુવાડીયાએ માહિતીના આધારે માણેકપરામાંથી કેદીની ધડપકડ કરીને જેલમાં મોકલવાની તપાસ શરુ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.