સુરતમાં ખાનગી હૉસ્પિટલની નર્સે તાપીમાં લગાવી મોતની છલાંગ, કારણ હતું ચોકાવનારું 

સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલી આત્મહત્યાની ઘટના દરમિયાન સુરતની મધ્યમાંથી પસાર થતી તાપી નદી જાણે સુરતના લોકો માટે આપઘાતનું સરસનામું બનતી જાય તેવું લાગી રહ્યું છે.…

સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલી આત્મહત્યાની ઘટના દરમિયાન સુરતની મધ્યમાંથી પસાર થતી તાપી નદી જાણે સુરતના લોકો માટે આપઘાતનું સરસનામું બનતી જાય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં સુરતમાં ત્રીજી આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં આજે ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી યુવતીએ પારિવારિક ઝઘડાને લઇને તાપી નદીના પૂલ ઉપરથી તાપી નદીમાં જ કૂદકો મારી આપઘાત કરી લેતા હોબાળો મચી જવા પામ્યો છે.

સુરતની જીવાદોરી તાપી નદી સુરત મધ્યમાંથી પસાર થાય છે અને આ નદી ઉપર સુરતમાં ઠેકઠેકાણે પૂલ આવેલા છે. જોકે, સુરતના લોકો માટે તાપી નદી જાણે કે આપઘાત માટેનું સરળ સાધન બની ગયું હોય તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. કારણ કે, ત્રણ દિવસ પહેલાં કેબલ બ્રિજ પરથી એક યુવાને આપઘાત માટે કૂદકો માર્યો હતો. ગઈકાલે સરદારબ્રિજ પરથી એક યુવાને આપઘાત માટે તાપી નદીમાં ઝંપલાવ્યું હતું.

આ દરમિયાન આજે વધુ એક યુવતીએ સુરતના ચોક બજાર ખાતે આવેલા મકાઈ પુલ પરથી તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જોકે, સુરત સ્ટેશન વિસ્તારમાં આવેલી વિનસ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી પુષ્પાબેન બીપીનભાઈ વાગે પરિવારમાં કોઈ બાબતે ઝઘડો થયો હોવાનું સામે અવાયું છે. આ વાતમાં લાગી આવતા આજે બપોરે એક વાગ્યાના સુમારે મકાઈ પુલ ઉપર પહોંચી હતી અને ત્યાંથી લોકો જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની સામે જ તે મહિલાએ તાપી નદીમાં છલાંગ લગાવી લીધી હતી.

ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવીને આ યુવતીને તાપી નદીમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જોકે, ઘટનાની જાણ થતાં યુવતીનું પરિવાર પણ તાપી નદી કિનારે આવી પહોંચ્યું હતું. પાણીના ધસમસતા વહેણમાં વ્હાલસોયીની કોઈ જાણ ન લાગતા હૈયાફાટ રૂદનના દૃશ્યો સામે આવ્યા હતા.

આ યુવતી દ્વારા આ પગલું ભરવામાં આવ્યું તેને લઈને પરિવાર સાથે તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા. આ ઘટનાને લઈને ફાયર બ્રિગેડેના જવાનોએ ખૂબ શોધખોળ કરી હતી અને બે-ત્રણ દિશામાં યુવતીને શોધવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જોકે, ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ નદીમાં પાણીનું ખૂબ વહેણ હોવાના કારણે ભારે મહેનત બાદ પણ યુવતીનો પતો લાગ્યો નથી ત્યારે તેની શોધખોળ હજુ શરુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *