ભાજપ વોર્ડ પ્રમુખના ભાઈ અને ડોક્ટર સહીત રેમડેસીવીરની કાળાબજારી કરતા ચાર ઝડપાયા, એક વોન્ટેડ

કોરોના વાઈરસ જીવલેણ બની લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે, ત્યારે કોરોનાના દર્દીઓ માટે જીવન રક્ષક બનેલી રેમડેસિવિર ઈન્જેકશનની માંગમાં ચારે તરફ છે, ઈન્જેકશનની માંગ…

કોરોના વાઈરસ જીવલેણ બની લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે, ત્યારે કોરોનાના દર્દીઓ માટે જીવન રક્ષક બનેલી રેમડેસિવિર ઈન્જેકશનની માંગમાં ચારે તરફ છે, ઈન્જેકશનની માંગ હોવાને કારણે બજારમાં તેની અછત વર્તાય રહી છે, જેને કારણે કેટલાક લોકોએ ઇન્જેક્શનના કાળાબજારી કરવાનું શરૂ કર્યું છે.

ત્યારે સુરત શહેર પીસીબીએ ભાગળ ચાર રસ્તા પાસેથી ઈન્જેકશનના કાળાબજારી કરતા ડોકટર સહિત ચારને ઝડપી પાડી તેમની પાસેથી રેમડેસિવિર ઈન્જેકશનના ત્રણ ઇન્જેક્શન, રોકડ રકમ, મોબાઈલ અને એક બાઈક મળી કુલ રૂપિયા 1.23 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પીસીબીના જણાવ્યા અનુસાર કોરોના વાઈરસના નવા સ્ટ્રેનમાં કોવિડ પોઝિટિવના કેસોમાં સતત વધારો થયો હોય છે અને અંતર્ગત કોરોના દર્દીઓ માટે જીવન રક્ષક એવા રેમડેસિવિર ઈન્જેકશનની માંગમાં પણ ખુબ જ વધારો થયો હોવાથી ઈન્જેકશનની અછત વર્તાય છે જેનો કેટલાક ફાયદો ઉઠાવી ગેરકાયદેસર રીતે ઈન્જેકશનનો કાળાબજારી કરતા હોવાનું ચર્ચાય રહ્યું છે, જેથી સુરત પોલીસ સતત આ દિશામાં કામગીરી રહી હતી. જે અંતર્ગત પીસીબીને બાતમી મળી હતી કે જૈનીશકુમાર કાકડીયા પોતાના કેટલાક મિત્રો સાથે ગેરકાયદે રીતે મેળવેલા રેમેડીસીવર ઈન્જેકશનનો 14 હજારની ઉંચી કિંમતે વેચી રહ્યો છે.

જેથી પીસીબી પીઆઈ ઍસ. જે. ભાટીયા દ્વારા તપાસ કરી સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોચી ઍક્ષપોટીંગનો ધંધો કરતા જૈનીશ પોપટ કાકડીયાને રેમડેસિવિર ઈન્જેકશન સાથે ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ તેના અન્ય સાથીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. જૈનીશની પૂછપરછમાં તેના સાગરીત ભદ્રેશ નાકરાણી, જૈમીશ જીકાદરા અને ડો. સાહિલ વિનુ ધોધારીની ધરપકડ કરવામાં આવી હતી. વિશ્વસનીય સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર આરોપીઓમાંથી એક આરોપી જૈમીશ જીકાદરા નો સગો ભાઈ ભાજપનો વોર્ડનો ઉપ પ્રમુખ છે.

આરોપીઓ પાસેથી ત્રણ રેમડેસિવિર ઈન્જેકશન, મોબાઈલ ફોન, રોકડા રૂપિયા તથા મોટર સાયકલ મળી કુલ રૂપિયા 1,23,717 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુમાં પીસીબીની પૂછપરછમાં આરોપીઓએ અમરોલી ન્યુ કોસાડ રોડ મુની ક્લીનીક ઍન્ડ નર્સીગ હોમના ડોકટર હિતેશ ડાભીએ ઈન્જેકશન સપ્લાય કર્યા હોવાની કબૂલાત કરતા તેને વોન્ટેડ બતાવ્યો હતો. આમ જ્યારથી કોરોનાના સામેની લડાઈમાં રેમેડીસીવર ઇન્જેક્શનની અછત વર્તાય રહી છે, ત્યારથી તેનું કાળા બજારમાં વેચાણ વધી ગયું છે, જેને ખરીદવા માટે મજબૂર લોકો ગમેતે ભાવ આપવા તૈયાર છે કારણ કે તેઓને પોતાના સ્વજનનો જીવ બચાવવો છે.

આમ સુરત પીસીબી દ્વારા શનિવારે રાત્રે ભાગળ ચાર રસ્તા પાસેથી ઈન્જેકશનના કાળાબજારી કરતા કતારગામના ડોકટર સહિત ચાર જણાને ઝડપી પાડી તેમની પાસેથી રેમડેસિવિર ઈન્જેકશનના ત્રણ બોક્ષ, રોકડ રકમ, મોબાઈલ અને એક બાઈક મળી કુલ રૂપિયા 1.23 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે ઈન્જેકશન સપ્લાય કરનાર અમરોલીના ડોકટરને વોન્ટેડ બતાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *