અરબ સાગરમાં આ તારીખે સર્જાશે વરસાદી સિસ્ટમ! જાણો અંબાલાલની કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

Ambalal Patel Gujarat Weather Forecast: ઉત્તર ભારતના જમ્મુ કાશ્મિર, ઉત્તરાખંડ સહિતના પહાડી વિસ્તારોમાં અત્યારે ભારે હિમ વર્ષા થઈ રહી છે. જેની અસર સીધી ગુજરાત ઉપર જોવા મળી રહી છે. હિમ વર્ષાના પગલે ગુજરાતમાં ઠંડીનો પારો નીચે ગગડ્યો છે. જેથી ગુજરાતમાં ઠંડી (Ambalal Patel Gujarat Weather Forecast) ભુક્કા બોલાવી રહી છે. ગુજરાતમાં લઘુતમ તાપમાન 5 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયું છે. તો બીજી તરફ હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કોલ્ડવેવની આગાહી પણ કરી છે.

નલિયા 5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ગુજરાતનું ‘કાશ્મિર’ બન્યું
ગુજરાતમાં શિયાળાની કાતિલ ઠંડી પડી રહી છે ત્યારે રાજ્યમાં તાપમાનનો પારો એકદમ નીચે ઉતરી ગયો છે. રાજ્યમાં સરેરાશ 5 ડિગ્રીથી લઈને 20.8 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. જેમાં નલિયામાં 5 ડિગ્રી લઘુતમ તાપમાન રહેતા ગુજરાતનું કાશ્મિર બન્યું હતું. અહીંના લોકો આવી કડકડતી ઠંડીમાં ઠુંઠવાયા હતા. જ્યારે ઓખામાં 20.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન
રાજ્યના પાટનગર ગાંધીનગર અને મેગાસિટી અમદાવાદમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે. દિવસને દિવસે આ બે શહેરોમાં ઠંડી વધી રહી છે. તાપમાનનો પારો નચે ઉતરતો જાય છે. અમદાવાદમાં ઠંડીની વાત કરીએ તો અહીં લઘુતમ તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં 14.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની હવામાન વિભાગની આગાહી
ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મિર સહિતના પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થઈ રહી છે. જેના પગલે ગુજરાતમાં ઠંડીનો પારો ઉચકાયો છે. અને ઠંડા પવનો પણ ફૂંકાતા કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે ગુરુવારે પણ રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. હજી પણ ગુજરાતમાં ઠંડી જોર પકડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી
દક્ષિણ ભારત અને તમિલનાડુમાં માવઠા થાય તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે. ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા છે. તેમજ ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ માવઠું પડી શકે તેવી સંભાવના છે. જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે.