Ahemdabad Devi Dosa Restaurant: છેલ્લા ઘણા સમયથી હોટેલ-રેસ્ટોરેન્ટની ખાણી-પીણીની વસ્તુઓમાં જીવજંતુઓ નીકળવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ફરી એકવાર ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતો એક વીડિયો વાયરલ થયો છે. અમદાવાદના નિકોલમાં(Ahemdabad Devi Dosa Restaurant) આવેલી એક રેસ્ટોરેન્ટમાં પીરસાયેલા ખોરાકમાં મરેલો ઉંદર નીકળ્યો છે. એવું લાગે છે કે, જે તે ભોજનાલય, દુકાનો કે કંપનીના માલિકો વધારે પૈસાની લાલચે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડછાડ કરી રહ્યા છે.
24 કલાકમાં ગુજરાતમાંથી બે કિસ્સાઓ
હાલમાં જાણે ગુજરાત સહિત દેશભરમાં હોટલ અને બ્રાન્ડેટ કંપનીની એફએમસીજી પ્રોડક્ટમાંથી મરેલા જીવજંતુ નિકળવા તે સામાન્ય બાબત બની ગઇ છે. છેલ્લા એક સપ્તાહમાં એક, બે નહી પરંતુ ચાર ઘટનાઓ સામે આવી છે. જે બહારનું ખાવાના શોખીનો માટે લાલબત્તી સમાન છે. હાઇજીન નામે લોકોના સ્વાસ્થ્ય સાથે રમત થઇ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. સતત આ પ્રકારના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા હોવા છતાં ફૂડ વિભાગે આંખે પાટા બાંધ્યા હોય એ પ્રકારે કોઇ કડક કાર્યવાહીના ઉદાહરણ જોવા મળી રહ્યા નથી. આ ચાર કિસ્સાઓમાંથી છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાંથી બે કિસ્સાઓ સામે આવ્યા છે.
નિકોલમાં આવેલ દેવી ઢોસામાં ગ્રાહકને કડવો અનુભવ
અમદાવાદના નિકોલમાં આવેલ દેવી ઢોસામાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે. અહીં એક વ્યક્તિ પોતાના પરિવાર સાથે પરિવાર સાથે રાત્રે જમવા ગયા હતા. જમતા જમતા જ્યારે સંભારમાં ઉંદર જોવા મળ્યો હતો. શું આ માલિકો માટે લોકોના સ્વાસ્થ્ય કરતા પૈસા વધારો કિંમતી છે? આખરે શાં માટે આવી બેદરકારી રાખવામાં આવે છે? સ્વાભાવિક છે કે, લોકોનું સ્વાસ્થ્ય સૌથી પહેલા મહત્વનું હોવું જોઈએ પરંતુ દેવી ઢોસામાં કંઈક અલગ જ જોવા મળ્યું છે. કારણ કે, અહીં સંભારમાંથી ઉંદર નીકળ્યો છે. જેથી આમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
આરોગ્ય વિભાગે કરવી જોઇએ કડક કાર્યવાહી
નોંધનીય છે કે, આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલા પણ અનેક જગ્યાએ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા લોકો સામે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરવી જોઇએ અને તેમનું લાયસન્સ રદ કરી દેવું જોઈએ. કારણ કે, આમના માટે લોકોના સ્વાસ્થ્ય કરતા પૈસા વધારે કિંમતી હોય છે.
ફૂડ વિભાગની તપાસ કામગીરી સામે સવાલ
સંભારમાંથી મરેલો ઉંદર નીકળવાનો વીડિયો સોશિયલ મીડિયામાં તેજીથી વાયરલ થઇ રહ્યો છે. ત્યારે, ફૂડ વિભાગની તપાસ કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. સાથે રેસ્ટોરેન્ટ સંચાલકો પણ ધ્યાન નથી આપી રહ્યા. વારંવાર રેસ્ટોરેન્ટના ભોજનમાં જીવાતથી લઇને વસ્તુઓ નીકળવાના બનાવો સામે આવી રહ્યા છે. આ જોઇને સ્પષ્ટપણે લાગે છે, કે બહારનું ભોજન ખાવનું બંધ કરી દેવું જોઇએ. કારણ કે સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઇ રહ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App