હિંમતનગર હાઇવે પર બેફામ કાર ચાલકે બે વાહનોને મારી ટક્કર; એકનું મોત, 4 ઘાયલ

Himmatnagar Hit and Run: રાજયમાં હિટ એન્ડ રનની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે હિંમતનગર નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની એક ઘટના બની હતી. હિંમતનગરના(Himmatnagar Hit and Run) મોતીપૂરા જીઆઇડીસી નજીક બેફામ આવતી કારે 2 વાહનોને જોરદાર ટક્કર મારી હતી.

આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે 4 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. મળતી માહિતી અનુસાર કાર ચાલકે હાઈવે પર જઈ રહેલી એક્ટિવા અને બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેમાં એક્ટીવાનો કચ્ચરઘાણ નીકળી જવા પામ્યો હતો.

ત્યારે અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે અકસ્માત સર્જી કારચાલક ઘટનાસ્થળેથી ફરફ થઈ ગયો હતો.

અકસ્માતના પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. માહિતી અનુસાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય ચાર લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે આ સમગ્ર બાબતે હિટ એન્ડ રનની કલમો હેઠળ અજાણ્યા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.