મધ્યપ્રદેશના ટીકમગઢમાં એક નિવૃત્ત સરકારી કર્મચારી, તેની પત્ની અને અન્ય ત્રણ પરિવારના સભ્યો ઓરડામાં લટકેલા મળી આવ્યા છે. મૃતકોમાં એક ચાર વર્ષિય બાળક પણ શામેલ છે. પાડોશીઓએ પોલીસને આ માહિતી આપી હતી, ત્યારબાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
પડોશીઓએ ઘણા દિવસોથી કોઈને ઘરની બહાર આવતા જોયો ન હતો, ત્યારબાદ શંકા જતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જિલ્લા એસ.પી. પ્રશાંત ખારેએ જણાવ્યું હતું કે, પાંચ લોકોના મૃતદેહને મકાનમાં લટકતા મળી આવ્યા છે. પડોશીઓએ અમને આ વિશે જાણ કરી, ત્યારબાદ પોલીસકર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા.
પોલીસ તપાસમાં લાગી ગઈ હતી
ઘટના સ્થળે પહોંચતા પોલીસે દરવાજો ખોલ્યો જે અંદરથી બંધ હતો. પોલીસે દરવાજો ખોલ્યો ત્યારે 62 વર્ષીય ધરમદાસ સોનીની લાશ અંદરથી લટકતી મળી હતી. ઓરડામાં 55 વર્ષીય પૂના, તેનો 27 વર્ષીય પુત્ર મનોહર, 25 વર્ષીય પુત્રવધૂ સોનમ અને ચાર વર્ષનો પૌત્ર પંખા સાથે લટકતો મળી આવ્યો હતો.
ત્યારબાદ પોલીસે મૃતદેહોને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. પોલીસ અધિકારીએ કહ્યું કે આ મામલે હમણાં કંઇ કહી શકાતું નથી. કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અમે દરેક ખૂણેથી તેની તપાસ કરી રહ્યા છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews