પિતાના બારમા બાદ શાળાએ જતી પુત્રીને ઇકોએ કચડી; શોક પૂર્ણ થાય એ પહેલાં જ ઘરમાં ફરીથી માતમ છવાયો

Bhavnagar Accident: ભાવનગરથી અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઝીલ સંદીપ બારૈયા નામની વિદ્યાર્થિની સવારે મોપેડ પર કોલેજે જઈ રહી હતી. આ દરમિયાન એક ઈકો કારે તેને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વિદ્યાર્થિનીને માથામાં ગંભીર (Bhavnagar Accident) ઈજા પહોંચી હતી. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે, ડોક્ટરોએ વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, 25મી સપ્ટેમ્બરે વિદ્યાર્થિનીના પિતાનું નિધન થયું હતું. તેના 12 દિવસ બાદ પુત્રીનું મૃત્યુ થયું છે.

ઇકો કારના ચાલકે સર્જ્યો અકસ્માત
ડોક્ટર બનવાના સ્વપ્ન જોઇ રહેલી અને તે માટે અભ્યાસમાં કઠોર મહેનત કરી રહેલી ભાવનગરની 18 વર્ષની વિદ્યાર્થીની આજે સવારે સ્કુલે જઇ રહી હતી ત્યારે શિક્ષક સોસાયટીના નાકા પાસે પુર ઝડપે પસાર થઇ રહેલા ઇકો કારના ચાલકે એક્ટીવા લઇને જઇ રહેલી વિદ્યાર્થીનીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં વિદ્યાર્થીનીને ગંભીર ઇંજાઓ પહોંચી હતી સારવાર માટે તેણે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જીવલેણ અકસ્માત સર્જી કારનો ચાલક ફરાર થઇ જતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પિતાના નિધનને બાર દિવસ વીત્યાને પુત્રીનું થયું મોત
અકસ્માતમાં સ્કૂટર પર જતી મેડિકલની વિદ્યાર્થીની ઝીલ બારૈયાને ગંભીર ઇજાઓ પંહોચી હતી. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ઝીલ બારૈયાનું નિધન થયું. ગઈકાલે ચિત્રા પાસે સર્જાયેલ અકસ્માતના CCTV સામે આવ્યા. જેમાં દેખાય છે કે ઓવરસ્પીડમાં આવતી ઇકો કારે ઝીલના સ્કૂટીને ટક્કર મારી. આ અકસ્માત બાદ ઇકો કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પિતાના નિધનને બાર દિવસ વીત્યાને પુત્રીનું પણ અકસ્માતમાં મોત થયું. આ ઘટનાને પગલે 18 વર્ષીય જીલ બારૈયાના મામાએ ઇકો કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

શોક પૂર્ણ થાય એ પહેલાં ફરીથી છવાયો માતમ
જીલના પિતાનું તા.25ના રોજ મૃત્યુ થયું હતું અને તેના કારણે તે થોડા દિવસથી સ્કુલે જતી ન હતી. બારમાની વીધી પુરી થયા બાદ જીલ સવારે અભ્યાસ માટે ઘરેથી નિકળી હતી. જીલ તેની એક્ટીવા લઇને શિક્ષક સોસાયટીના નાકા પાસે પહોંચી હતી તે સમયે અચાનક જ પુર ઝડપે ધસી આવેલા ઇકો કારના ચાલકે એક્ટીવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.