અમદાવાદમાં સ્કૂલે જતી વિદ્યાર્થિનીને સરકારની કચરાની ગાડીએ કચડી, 9 વર્ષની બાળકીનું મોત

Ahemdabad Hit and Run: અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શહેરમાં સરસપુર વિસ્તારમાં AMCની કચરાની ગાડીએ નવ વર્ષની બાળકીને કચડતા તેનું મોત થયું હતું. અકસ્માત બાદ ડ્રાયવર ફરાર થઇ ગયો હતો.ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ (Ahemdabad Hit and Run) ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે ગુનો નોંધી ચાલકની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના
અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની કચરાની ગાડીએ સરસપુર વિસ્તારમાં નવ વર્ષની બાળકીને કચડતા મોત થયું છે. સરસપુર પરમાનંદની ચાલીમાં નવ વર્ષની બાળકીને AMCની કચરાની ગાડીએ કચડી નાખી હતી. અકસ્માત બાદ ચાલક ફરાર થઇ ગયો હતો.

સરસપુરમાં આવેલી ઉર્દુ શાળા નંબર એકમાં ધોરણ-પાંચમાં અભ્યાસ કરતી નવ વર્ષની વિદ્યાર્થિની સાયકલ લઇને સ્કૂલમાં જતી હતી આ દરમિયાન તેનું નિધન થયું હતું. ઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ડ્રાયવર સ્થળ પરથી ફરાર
આ છોકરીનું નામ ફાતિમા હોવાનું સામે આવ્યું છે. ફાતિમા સાઇકલ લઈને સ્કૂલે જતી હતી. દરમિયાનમાં પરમાનંદની ચાલી પાસે જ્યારે પહોંચી ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરાની ગાડીએ ટક્કર મારી હતી. જેના કારણે ફાતિમા નીચે પટકાઈ હતી અને તેના શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા અને ગાડીનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

પોલીસે તાપસ હાથ ધરી
હાલ આ મામલે ઇ-ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં આ પહેલા જમાલપુર બ્રિજ પાસે કાર ચાલકે શાકભાજી વેચનાર મહિલાને અડફેટે લીધી હતી જેમાં તેનું મોત થયું હતું. અમદાવાદમાં અવાર નવાર AMCની કચરાની ગાડી બેફામ ચઢાવી રહ્યાં છે.