ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ભદોહી(Bhadohi) જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત(Accident) થયો છે. આ અકસ્માતમાં બે મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય 16 લોકો ઘાયલ થયા છે. હાલ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, વારાણસી-ભદોહી રોડ પર ભદોહી જિલ્લાના ચૌરી પોલીસ સ્ટેશન વિસ્તારના કોલ્હાડ હનુમાન મંદિર પાસે, મંગળવારે રાત્રે લગભગ 2 વાગ્યે, જાનૈયાઓથી ભરેલી સ્કોર્પિયો અને સામેથી આવી રહેલા ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં સ્કોર્પિયોમાં સવાર બે મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે સ્કોર્પિયોમાં સવાર 16 લોકો ઘાયલ થયા હતા.
તમામ ઘાયલોને ભદોહીની મહારાજા બલવંત સિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં હાલત ગંભીર જોઈને તબીબોએ પાંચ ઘાયલોને ટ્રોમા સેન્ટરમાં રીફર કર્યા હતા. ચૌરી વિસ્તારના અમવા ખુર્દ ગામથી એક જાન જ્ઞાનપુરના ભીડીઉરા ગામમાં ગઈ હતી. આ દરમિયાન મહિલા અને બાળકો સ્કોર્પિયોમાં ગયા હતા.
જાનમાં જોડાયા બાદ સૌ કોઈ સ્કોર્પિયોમાં પરત ફરી રહ્યા હતા. કોલ્હાડ હનુમાન મંદિર પાસે ચૌરી બજાર પહોંચતા જ સામેથી આવતા ટ્રક સાથે સ્કોર્પિયો અથડાઈ હતી. અકસ્માતમાં અમવાના રહેવાસી સુમન દેવી (35) અને સોનમ દેવી (32) તેમજ પાકરીના રહેવાસી ડ્રાઈવર રણજીત (32)ના મોત નીપજ્યા હતા.
બીજી તરફ ગંભીર રીતે ઘાયલ મમતા, કિરણ, નગીના, સોની અને અંશુને તબીબોએ ટ્રોમા સેન્ટરમાં રીફર કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર સ્કોર્પિયોમાં બાળકોની સંખ્યા વધુ હતી. કુલ 18 લોકો સવાર હતા. ચૌરી પોલીસ સ્ટેશનના પ્રભારી અનિલ કુમારે જણાવ્યું કે આ ઘટનામાં ત્રણના મોત થયા છે, જ્યારે 5ને ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે. અન્ય લોકોને નાની-મોટી ઈજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.