ધર્મ અલગ છે લોહી તો એક જ છે ને! હનુમાન જયંતિની શોભાયાત્રામાં મુસ્લિમોએ કરી ફૂલોની વર્ષા- જુઓ વિડીયો

દિલ્હી(Delhi)ના જહાંગીરપુરી(Jahangirpuri)માં હનુમાન જયંતિ(Hanuman Jayanti) નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો, તો બીજી તરફ મધ્યપ્રદેશ(Madhya Pradesh)ની રાજધાની ભોપાલ(Bhopal)માં સામાજિક સમરસતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું…

દિલ્હી(Delhi)ના જહાંગીરપુરી(Jahangirpuri)માં હનુમાન જયંતિ(Hanuman Jayanti) નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો, તો બીજી તરફ મધ્યપ્રદેશ(Madhya Pradesh)ની રાજધાની ભોપાલ(Bhopal)માં સામાજિક સમરસતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. ભોપાલમાં, મુસ્લિમ સમુદાયના લોકોએ હનુમાન જયંતિ નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર ફૂલોની વર્ષા કરી હતી.

મુસ્લિમોએ શોભાયાત્રામાં ફૂલોની વર્ષા કરી:
તમને જણાવી દઈએ કે ભોપાલમાં જ્યારે હનુમાન જયંતિની શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે ત્યાં હાજર મુસ્લિમ સમુદાયના લોકોએ તેમનું સ્વાગત કર્યું અને તેમના પર ફૂલોની વર્ષા કરી હતી.

દિલ્હીના જહાંગીરપુરીમાં હિંસા:
જણાવી દઈએ કે શનિવારે દિલ્હીના જહાંગીરપુરીમાં હિંસા થઈ હતી. હનુમાન જયંતિ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી રહી હતી ત્યારે અન્ય સમુદાયના લોકોએ પથ્થરમારો કર્યો હતો, ત્યારબાદ હિંસા ફાટી નીકળી હતી.

પોલીસે 14 લોકોની ધરપકડ કરી:
અત્રે ઉલ્લેખનીય છે કે, જહાંગીરપુરી હિંસામાં 8 પોલીસકર્મીઓ સહિત 9 લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરી છે. જહાંગીરપુરી હિંસાની તપાસ માટે પોલીસની 10 ટીમો બનાવવામાં આવી છે.

આંધ્રપ્રદેશના કુર્નૂલથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં પણ હનુમાન જયંતિ નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર જોરદાર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 15 લોકો ઘાયલ થયા છે. કડક કાર્યવાહી કરીને પોલીસે 20 લોકોને કસ્ટડીમાં લીધા છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ભાજપના નેતા મનોજ તિવારીએ હનુમાન જયંતિ પર થયેલી હિંસાને સુનિયોજિત ષડયંત્ર ગણાવ્યું છે. મનોજ તિવારીએ પોલીસ પાસેથી ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે પણ પથ્થરમારાની ઘટનાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે જે લોકો આવું કરે છે તેઓ દિલ્હીમાં રહેવાને લાયક નથી. ગુનેગારોને આકરી સજા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *