સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. ત્યારે દેશભરના લોકોને કોરોનાના સંક્રમણથી બચવા માટે દેશભરમાં રસીકરણ ચાલી રહ્યું છે.
દેશની જનતા કોરોનાના સંક્રમણનો શિકાર ન બને તે માટે રસી લેવા માટે મોટી મોટી લાઈનોમાં ઉભી રહેલી જોવા મળી રહી છે. દેશમાં ઘણા લોકોએ રસી લઇ લીધી છે તો કેટલાય લોકોને રસી લેવાની બાકી છે. જયારે આગામી સમયમાં રસીકરણ અભિયાન હેઠળ ઘણા લોકો રસી લેશે. રસી લેવા માટે ઘણી સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ લોકોને રસી લેવા માટે અપીલ કરી રહી છે.
ત્યારે આ સમય દરમિયાન અનોખા કિસ્સાઓ સામે આવે છે અને આપણે સૌ આ કિસ્સાથી વાકેફ છીએ કે મૃત્યુ પામેલા લોકોના નામ પર વેક્સીન લીધી હોય તેવા મેસેજ આવે છે. ત્યારે આ પહેલા અનેક કિસ્સાઓ સામે અવી ગયા છે કે દસ વર્ષ પહેલા મૃત્યુ પામેલા વૃદ્ધાને રસી આપી દેવામાં આવી છે. તમે જ કહો કે શું આ શક્ય બને? આવી માત્ર એક બે ઘટનાઓ નહિ પરંતુ અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં મૃતક લોકોને સરકાર દ્વારા રસી આપી દેવામાં આવે છે. આ પરથી કહી શકાય કે, સરકારની પોલ ખુલી રહી છે અને લાપરવાહી સામે આવી રહી છે.
ત્યારે આવો જ એક કિસ્સો પાલનપૂરથી સામે આવ્યો છે. જેમાં ચાર મહિના પહેલા મૃત્યુ પામેલા વ્યક્તિને એક રસીનો ડોઝ નહિ પરંતુ બીજો ડોઝ આપી દીધો છે જે સરકાર માટે ખુબ જ શરમજનક બાબત કહી શકાય. ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલ એક વ્યક્તિએ સરકાર પર કટાક્ષ કરતા કહ્યું છે કે, આજે મારા પિતા શ્રી મૃત્યુ પામ્યા તેના ચાર કરતા પણ વધુ મહિના થઇ ગયા છે. ત્યારે આ ભ્રષ્ટાચારથી ભરપુર અને ખોટા આકડાઓ જાહેર કરતી સરકાર અને તેમના ભ્રષ્ટ અને અબોધ સરકારી તંત્રને ફોન પર 4 થી 5 વખત કહેવામાં આવ્યું છે કે મારા પિતા શ્રી ગુજરી ગયા છે તેમ છતાં પણ તેમણે સ્વર્ગમાં જઈને વેક્સીનનો બીજો ડોઝ આપેલ છે.
આ પ્રકારની કેટલીય ઘટનાઓ સામે આવતી રહે છે. શું સરકાર આવી જ રીતે લોકોને વેક્સીન આપે છે? સવાલ ફક્ત સરકારને જ નહિ પરંતુ સરકારી તંત્રને પણ કરવામાં આવે છે કે, ક્યાં સુધી મૃતક લોકોને વેક્સીન આપશે? શું આવી જ રીતે સરકાર પોતાની લાપરવાહી અને બેદરકારી લોકો સમક્ષ ખુલી પાડતી રહેશે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.