Surat Accident: પાલ ઉમરા બ્રિજ પર બુધવારે મધરાતે પાલ તરફથી આવતા 14 વર્ષના તરૂણે કારને 120ની સ્પીડે કાર દોડાવતાં ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર ધસી ગઈ હતી, જેમાં બાઇક પર જતા 2 યુવકને ટક્કર લાગતાં તેઓ ફંગોળાઈ ગયા હતા, જેના કારણે બાઇકચાલકનું મોત (Surat Accident) નિપજ્યું હતું. તેમજ આ કાર 300 ફૂટ ઘસડાઈને પાળી સાથે અથડાયા બાદ પલટી ગઈ હતી. કારમાં કુલ 4 મિત્રો હતા, જેમાં ચાલક અને તેની સાથે બેઠેલો તરૂણ હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 2 મિત્રો પલાયન થઈ ગયા હતા ત્યારે આ અંગે પોલીસને જાણ થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને નશો કર્યો હતો કે કેમ તે જાણવા કારચાલક તરૂણના બ્લડ સેમ્પલ લેવાયા છે.
બાઈકચાલકનું મોત
અડાજણ આલિશાન એન્ક્લેવ ખાતે રહેતા ચિંતન માલવિયા (44) હિંદવેરમાં મેનેજર હતા. તેઓ બાઈક પર પાડોશી પાર્થ મહેતા સાથે ગણેશ યાત્રા જોઈ પરત થતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. ત્યારે ઘટનાના પગલે થોડીવાર તો અફરાતફરી સર્જાઈ હતી. આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને આ અકસ્માત અંગે 108 તથા પોલીસને જાણ કરી હતી. ત્યારે 108ની ટિમ ઘટનાસ્થળ પર પહોંચી તેમાં બંનેને સિવિલ ખસેડાતાં ચિંતનભાઈને મૃત જાહેર કરાયા હતા, પાર્થની હાલત ગંભીર છે. પોલીસે કહ્યું કે, હાલમાં કારચાલક સામે કલમ 304 હેઠળ ગુનો નોંધ્યો છે. કાર તેના મોટા ભાઈની હોવાથી તેની સામે પણ ગુનો નોંધાશે.
નજરે જોનારે જણાવી આપવીતી
નજરે જોનારાએ કહ્યું કે, રાત્રે 1 વાગ્યાનો સમય હતો. સામાન્ય કરતા વાહનોની ચહલપહલ ઓછી હતી, પરંતુ ગણેશજીની આગમન યાત્રા ચાલી રહી હોવાને કારણે વાહન વ્યવહાર જોવા મળી રહ્યો હતો. અચાનક પાલ ઉમરા બ્રિજના એક તરફના રસ્તા પર ભારે ભીડ ભેગી થઈ ગઈ હતી. જોયું તો ત્યાં પલટી મારેલી એક કાર અને ખુરદો બોલી ગયેલી બાઈક પડી હતી.
ગંભીર ઈજાગ્રસ્ત યુવક એમ્બ્યુલન્સની રાહ જોઈને બેઠેલો હતો. અન્ય એક યુવકનો મૃતદેહ લોહીથી લથપથ હતો. ભીડથી સહેજ આગળ જોયું તો રોડની બંને સાઈડે રીતસર ટાયર માર્ક્સ દેખાતા હતા. એના પરથી લાગતું હતું કે, કારની સ્પીડ 120થી ઓછી ન હતી. અલબત્ત, ડિવાઈડરની બંને બાજુના રોડ પર 70 ફૂટના એરિયામાં કારના અને બાઈકના સ્પેર પાર્ટ્સ તૂટેલી હાલમાં છૂટાછવાયાં પડેલાં જોવા મળ્યાં હતાં.
અકસ્માતમાં વાહનોનો કુરચો વળ્યો
અકસ્માત એટલો ગંભીર હતો કે, કદાચ આગ ઘટના રાત્રે 1 વાગ્યાના બદલે 11 વાગ્યે બની હોત તો ઘણા બધા લોકોનાં મૃત્યુ થઈ ગયાં હોત. પાલ તરફથી આવતી આ કારે 1 ફૂટ જેટલું ડિવાઈડર 120ની સ્પીડે કૂદાવી દીધું હતું અને સામેના ટ્રેક પર જઈ રહેલા બાઈકને ટક્કર મારી બંને યુવકોને ફંગોળી દીધા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App