કોરોના મહામારીને કારણે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે થોડા સમય પહેલાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું અવસાન થયું હતું. હાલમાં તેમના પુસ્તકમાં પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ અંગે ચોંકાવનાર ખુલાસો કર્યો છે. પ્રણવ મુખર્જીએ દાવો કર્યો હતો કે, નેહરુએ નેપાળને ભારતમાં સામેલ કરવાના પ્રસ્તાવને નકારી દીધો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે કહ્યું, તેમણે વિરોધીઓનો અવાજ પણ સાંભળવો જોઈએ :
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી એ પોતાની આત્મકથા ‘ધ પ્રેસિડેંશિયલ યર્સ’ માં કેટલીક બાબતોને લઈ ખુલાસા કર્યા હતા. ભૂતપૂર્વ PM જવાહરલાલ નહેરુને લઈ તેમણે જણાવ્યું હતું કે, નેપાળને ભારતમાં વિલય કરવાના રાજા ત્રિભુવન બીર બિક્રમ શાહના પ્રસ્તાવને નકારી દેવામાં આવ્યા હતા.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, જો તેમને બદલે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હોત તો તેમણે નેપાળને ભારતમાં સામેલ કરવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો હોત. આ તેમણે સિક્કિમને ભારતમાં સામેલ કરવાના બાબતે કર્યું હતું. તેમની આત્મકથાના ચેપ્ટર 11 My Prime Ministers: Different styels, Different Temperaments માં તેમણે વાત જણાવી હતી, આ મુદ્દે તેમણે કહ્યું હતું કે, નહેરુએ નેપાળના રાજાને જણાવ્યું હતું કે, નેપાળે એક સ્વતંત્ર દેશ બની રહેવું જોઈએ, જેવુ કે તે પહેલાથી છે.
એમનું માનવું હતું કે, PM મોદીએ વિરોધીઓના અવાજને પણ સાંભળવો જોઈએ તથા સંસદમાં બોલવું જોઈએ, તેનો ઉપયોગ વિપક્ષોને સમજાવવા માટે તેમજ દેશને જાગૃત કરવા માટે એક મંચ તરીકે કરવામાં આવશે. મુખર્જીનાં જણાવ્યા પ્રમાણે સંસદમાં વડાપ્રધાનની હાજરીથી આ સંસ્થાના કામકાજમાં મોટો તફાવત આવે છે.
PM નરેન્દ્ર મોદી સરકારના સૌપ્રથમ કાર્યકાળ વખતે સંસદને આસાનીથી ચલાવવામાં નિષ્ફળતા માટે એમણે આ પુસ્તકમાં NDA સરકારની ટીકા કરી હતી. તેમણે લખ્યું કે, હું સરકારના અહંકાર તથા શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચેની કડવી ચર્ચાને સ્થિતિને નિયંત્રિત કરવામાં તેની અક્ષમતાને જવાબદાર માનું છું.
કોંગ્રેસ તેના પ્રભાવશાળી નેતૃત્વના અંતને ઓળખવામાં નિષ્ફળ ગઈ :
કોંગ્રેસ વિશે જણાવ્યું હતું કે, મને એવું લાગી રહ્યું છે કે, કોંગ્રેસ તેના પ્રભાવશાળી નેતૃત્વનો અંત થઈ રહ્યો છે તે ઓળખી શકવામાં નિષ્ફળ નીવડી હતી. પંડિત નહેરુ જેવા પ્રખ્યાત નેતાઓએ સુનિશ્ચિત કર્યું હતું કે, ભારતનું અસ્તિત્વ મજબૂત બને. જો કે, તેમના પછી દુ:ખ સાથે કહેવું પડે છે કે, હવે આવા નેતાઓ નથી રહ્યા તથા આ વ્યવસ્થા સામાન્ય લોકોની સરકાર બનીને રહી ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle