College Viral Video: વિચારો કે તમે કોઈ ક્લાસરૂમમાં ભણી રહ્યા છો એસી ચાલુ છે અને માઈકમાં પ્રોફેસર ભણાવી રહ્યા છે અને તમે શાંતિથી ઠંડી એસીની હવા ખાતા ખાતા બની રહ્યા છો એવામાં જ તમારા ક્લાસરૂમમાં એસી માંથી મહાકાય સાપ નીકળી આવે તો તમારું રિએક્શન કેવું હશે. તમે ડરી જશો અને મોઢામાંથી બૂમ પડી જશે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયો (College Viral Video) દેશની એક નામચીન પ્રાઇવેટ યુનિવર્સિટી નો જણાવવામાં આવી રહ્યું છે જેમાં એક એસી હોલમાં ચાલી રહેલા ક્લાસ દરમિયાન અચાનક જ સાપ આવી જાય છે. એસી માંથી પોતાનું મોઢું બહાર કાઢી જીભ લપલપાવે છે. જાણે કે સાપ વિદ્યાર્થીઓને હેલો કહી રહ્યો હોય.
યુનિવર્સિટીના ક્લાસરૂમમાં અચાનક ઘૂસી ગયો સાપ
હકીકતમાં આ વાઇરલ વિડિયો નોઈડા ની એક યુનિવર્સિટીનો છે જેમાં ક્લાસરૂમમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ વચ્ચે નફરત અફરીનો માહોલ થઈ જાય છે જ્યારે એસી માંથી અચાનક એક મહાકાય શાપ બહાર આવે છે. એસી માંથી નીકળતા સાપને જોઈ વિદ્યાર્થી સહિત શિક્ષકના પણ શ્વાસ થંભી જાય છે. એવામાં વિદ્યાર્થીઓ અને શિક્ષક પાસે સાપને જોવા સિવાય અન્ય કોઈ ઉપાય ન હતો. એવામાં મોકો મળતા જ વિદ્યાર્થીઓએ પોતાના મોબાઈલ ફોનમાં સાપ નો વિડીયો પણ બનાવી લીધો. વિડિયો નોઈડા ની એક પ્રાઇવેટ યુનિવર્સિટી નો જણાવવામાં આવી રહ્યું છે.
View this post on Instagram
એસી માંથી બહાર નીકળી વિદ્યાર્થીઓને ડરાવ્યા
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ક્લાસરૂમ ના દિવાલ પર લાગેલા એસી માંથી એક કાળો ખતરનાક બહારની તરફ આવી જાય છે અને તેને જોઈને દરેક વિદ્યાર્થીઓ સહિત શિક્ષક પણ ડરી જાય છે. સાપ અધૂરામાં પૂરું પોતાની જીભ બહાર કાઢી વિદ્યાર્થીઓને ડરાવી રહ્યો છે. એવામાં જ્યારે વિદ્યાર્થીઓ જોડે થી ચીસો પાડવા લાગે છે અને અવાજ થાય છે તો સાપ તરત જ પાછો એસી ની અંદર ચાલ્યો જાય છે.
યુઝર કરી રહ્યા છે ભાત ભાતની કમેન્ટ
આ વિડીયો ને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે તો 83,000 થી વધારે લાઇક પણ મળી ચૂક્યા છે. લેવામાં સોશિયલ મીડિયા યુઝર વિડિયો ઉપર જાતજાતની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે મને તો આ પાયથન પ્રોગ્રામ ક્લાસ લાગી રહ્યો છે, તો અન્ય એક યુઝર લખે છે કે સાપ પ્રેક્ટીકલ જોવા માટે આવ્યો છે. તો વધુમાં એક દિવસે એ લખ્યું કે સાપ ને આવવામાં મોડું થયું છે એટલા માટે તે માફી માંગી રહ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App