અલીગઢ(Aligadh): ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના અલીગઢમાં કાર અકસ્માત(Accident)ના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં કારનું ભયાનક અકસ્માત બતાવવામાં આવ્યુ છે. આ સીસીટીવી(CCTV)માં જોઈ શકાય છે કે, કેવી રીતે ઝડપથી આગળ વધી રહેલી કાર ડિવાઈડર(Divider) સાથે અથડાય છે અને પછી તેનું શું થાય છે. આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી(AMU)માં કાર અકસ્માતનો લાઈવ CCTV વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે સાંજના સમયે એક કાર રોડ પર ઝડપથી જઈ રહી છે.
સ્પીડમાં આવતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, હવામાં ઉછળી… pic.twitter.com/YAV5TXgSjD
— Trishul News (@TrishulNews) March 1, 2022
ત્યારે કાર ચાલકનું ધ્યાન ભટક્યું અને ડિવાઈડર સાથે અથડાયા બાદ કાર હવામાં ઉછળીને પલટી મારી ગઈ હતી. કાર અકસ્માતમાં કાર ગુલાટી ખાધા બાદ ડ્રાઈવર સાઈડ દબાવીને પલટી ગઈ. આ અકસ્માત જોઈને એવું લાગી રહ્યું હતું કે, કારમાં બેઠેલો વ્યક્તિ બચી ગયો હશે કે નહીં.
કાર સવાર એક પ્રાઈવેટ સ્કૂલના ટીચર હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત બાદ AMU સિક્યોરિટી અને પ્રોક્ટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ શિક્ષકને જેએન મેડિકલ કોલેજમાં દાખલ કર્યો. કારમાં સવાર વ્યક્તિની હાલત સામાન્ય છે. આ ઘટના સોમવારે સાંજે બની હતી. આ ઘટના થાણા સિવિલ લાઇન વિસ્તારમાં AMUની મૌલાના આઝાદ લાઇબ્રેરીની સામે બની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.