Lucknow Viral Video: લખનઉમાં એક પુરપાટ ઝડપે આવતી કારે સ્કૂટરને જોરદાર ટક્કર મારી હતી.ત્યારે આ અકસ્માતમાં સ્કૂટર પર સવાર બે લોકો ગંભીર રીતે ઘાયલ (Lucknow Viral Video) થયા હતા. તેમજ સ્કૂટર કારના બોનેટ નીચે ફસાઈ ગયું હતું અને કાર ચાલક સ્કૂટરને લગભગ અડધો કિલોમીટર સુધી ઢસડી ગયો હતો.
હચમચાવી દેતા સીસીટીવી સામે આવ્યા
રસ્તા પર ચાલતા રાહદારીઓએ કાર ચાલકને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે કાર રોકી ન હતી. ત્યાંથી પસાર થતા લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર કારના નંબર પરથી ડ્રાઈવરની ઓળખ થઈ ગઈ છે અને તે ટૂંક સમયમાં પોલીસ કસ્ટડીમાં લેવામાં આવશે.
બંને ઘાયલોની હાલત સ્થિર
પોલીસના જણાવ્યા અનુસાર, માર્ગ અકસ્માતની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બંને ઘાયલોને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. તેમની હાલત હવે સ્થિર છે. બંને પીડિતાના નિવેદન લેવામાં આવ્યા છે. ઘટનાસ્થળે લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે, અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કાર ખૂબ જ સ્પીડમાં હતી અને સ્કૂટરને ટક્કર મારી હતી.
“आधा किलोमीटर तक घिसटती रही स्कूटी”
लखनऊ में तेज रफ्तार कार ने स्कूटी को मारी जोरदार टक्कर। हादसे में स्कूटी सवार दो लोग गंभीर रूप से हुए घायल। हादसे के बाद कार के आगे बोनट के नीचे फंसी स्कूटी। लगभग आधा किलोमीटर तक कार चालक घसीटता रहा स्कूटी। राहगीरों ने कार चालक को रोकने का… pic.twitter.com/p9SXoO7h8O
— SANJAY TRIPATHI (@sanjayjourno) November 22, 2024
કારના નંબર પરથી માલિકની ઓળખ થઈ
પોલીસના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોની નોંધ લેવામાં આવી છે. લાલ રંગની કારના માલિકની તેના નંબર પરથી ઓળખ કરવામાં આવી છે.
યુપી ટ્રાફિક પોલીસે લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને રસ્તા પર ધીરજ રાખવા વિનંતી કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર લોકોને સમયાંતરે ટ્રેનિંગ આપવામાં આવે છે. નિયમો તોડનારાઓને ચલણ જારી કરવામાં આવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App