Dhrangadhra Highway Accident: અમદાવાદથી રાજકોટ તરફ જતાં રોડ પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આજે ફરી એકવાર સુરેન્દ્રનગર નજીક ફરી એકવાર ગોઝારો અકસ્માત સર્જાયો છે. માહિતી અનુસાર સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા-માલવણ તરફ જતાં હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત(Dhrangadhra Highway Accident) સર્જાતા ત્રણ લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયા હતા.પોલીસે આ મામલે કેસ નોંધ્યા બાદ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.’
બે યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત
ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકની પાછળ કાર અથડાતા અકસ્માત સર્જયો હોવાની માહિતી સામે આવી છે. જેના પગલે બે યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે,જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે. તથા એક યુવાનને સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ લઇ જતા મોત નીપજ્યું છે. માલવણ સીએનજી પંપ જોડે સર્જાયેલ અકસ્માતમાં કુલ ત્રણ યુવાનોના મોત થયા છે.
કેવી રીતે થયો અકસ્માત
મળતી માહિતી અનુસાર ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર આ ગોઝારી દુર્ઘટના ત્યારે થઇ જ્યારે એક ટ્રકની પાછળ કાર ઘૂસી ગઇ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે બે યુવાનો તો ઓન ધ સ્પોટ જ મૃત્યુ પામી ગયા હતા. જ્યારે અન્ય એકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસના જણાવ્યાનુસાર મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી દેવાયા હતા.
કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો
અગાઉ પણ સુરેન્દ્રનગરમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એકસાથે 4 લોકોના મોત થયા હતા. સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા બાયપાસ પાસે પસાર થતી કાર પલટી મારી ડીવાઈડરની બીજી સાઈડ જતી ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા તો અન્ય 2 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, ઘટના સ્થળે જ 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. આ તરફ અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા તેમને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App