વધુ એક તથ્યકાંડ: પુરપાટ ઝડપે જતી કારે ફૂટપાથ પર સુતેલા 3 લોકોને કચડ્યા, એકનું ઘટના સ્થળે જ મોત

Hyderabad Hit and Run: હૈદરાબાદના બંજારા હિલ વિસ્તારમાં શનિવારે વહેલી સવારે એક પૂરપાટ ઝડપે જતી કારએ ફૂટપાથ પર સૂઈ રહેલા 3 લોકોને ટક્કર મારી (Hyderabad Hit and Run) છે, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું છે અને અન્ય બે વ્યક્તિ ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના રાત્રે 1:15 વાગ્યે થઈ હતી

રિપોર્ટ અનુસાર મૃતક અને ઘાયલ ત્રણ વ્યક્તિ મજૂર હતા, જે ફૂટપાથ પર સુઈ રહ્યા હતા. ઘાયલોની હાલત હાલ સ્થિર છે. પોલીસે પ્રારંભિક તપાસ અનુસાર જણાવ્યું હતું કે કારમાં બે લોકો સવાર હતા, જે ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા છે.

બંને આરોપી જુબલી હિલ્સ વિસ્તારમાં એક પબમાંથી પોતાના મિત્રને લેવા માટે જઈ રહ્યા હતા. દુર્ઘટના થયા બાદ બંને ફરાર થઈ ગયા હતા. પરંતુ પોલીસે તેને અને કાર માલિકની ધરપકડ કરી લીધી છે. જોકે કાર માલિક ઘટના સમયે કારમાં હાજર ન હતો.

પોલીસે જણાવ્યું હતું કે ડ્રાઇવર દારૂના નશામાં હતો કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. એવી પણ તપાસ કરવામાં આવી રહી છે કે દુર્ઘટના સમયે કારની સ્પીડ કેટલી હતી. સ્થાનિક લોકોએ દુર્ઘટના પર ખૂબ દુઃખ વ્યક્ત કર્યું છે અને ફૂટપાથ પર સુતા ગરીબોની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગણી કરી છે. મૃતકના પરિવારને પ્રશાસન દ્વારા દરેક સંભવ મદદનું આશ્વાસન આપવામાં આવ્યું છે.