હાલમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. તહેવારોની સીજન પૂરી થતા કોરોનાના કેસમાં પણ વધારો થયો છે. જેને લઈને રાજ્ય સરકારનું તંત્ર પણ સફાળું બેઠું થઇ ગયું છે. ગુજરાતના 4 મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યું પણ જાહેર કરવામાં આવ્યું છે. તેમ છતાં હાલમાં કોરોના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે.
હાલમાં કોરોનાના કેસ બેકાબૂ છે, ગઇ કાલે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 1560 કેસ આવતા હાહાકાર મચી ગયો છે. જોકે રાજ્ય સરકાર કોરોના મહામારીને કાબૂમાં લેવા માટે અથાગ પ્રયાસો કરી રહી છે. પરંતુ સ્થિતિ કાબૂ બહાર જઇ રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા (Sabarkantha)ના વડાલી શહેર (Vadali City)માં કોરોના વાયરસ (Corona Virus)ના કેસ વધતા સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું છે.
સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા વધુ એક શહેર સાંજે 4 વાગ્યા બાદ સ્વંયભુ બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સાબરકાંઠાના વડાલી શહેરમાં આવતી કાલથી 5 ડીસેમ્બર સુધી ચાર વાગ્યા બાદ સ્વંયભુ બંધ રહેશે. આ નિર્ણય વેપારી એસોસિએશન અને પાલિકાની મળેલ બેઠકમાં લેવામાં આવ્યો છે. આવતી કાલથી વડાલી શહેરના વેપારીઓ સ્વંયભુ બજાર બંધ રાખશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગઈકાલના રોજ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ આંકડાઓ અનુસાર, સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 2149 કોરોના કેસ નોંધાઇ ચૂક્યા છે જેમાથી અત્યારે 144 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 1993 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. ત્યાં જ 11397 લોકો હાલમાં કોરન્ટાઇનમાં છે અને 12 લોકોનો કોરોના વાયરસ ભોગ લઇ ચૂક્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle