સુરતીલાલાઓમાં કોરોના અંગેની જાગૃતિ લાવવા માટે રત્નકલાકારોએ શરુ કર્યો અનોખો પ્રયોગ

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને કારણે લાખો લોકોને પોતાનો તેમજ પોતાના સ્વજનોનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે હાલમાં કોરોના મહામારીનો બીજો રાઉન્ડ શરુ થઈ ગયો…

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને કારણે લાખો લોકોને પોતાનો તેમજ પોતાના સ્વજનોનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે હાલમાં કોરોના મહામારીનો બીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે. ગુજરાતમાં આવેલ સુરત, અમદાવાદ, રાજકોટ તેમજ વડોદરા શહેરમાં સતત કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે.

પહેલા રાઉન્ડ દરમિયાન સુરત શહેરમાં કોરોનાના સૌથી વધારે કેસ હીરા ઉદ્યોગકામ કરતા કર્મચારીઓમાં જોવા મળ્યા હતા. જેને કારણે લોકોમાં જાગૃતિ આવે તેમજ આ વખતે સંક્રમણમાં વધારો ન થાય એની માટે સુરતના વેપારીઓ દ્વારા લોકોને જાગૃત કરવા માટે એક અનોખો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

સમગ્ર સુરત શહેરમાં પ્રથમ તેમજ બીજા રાઉન્ડમાં પણ ફરી એકવખત કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે લોકો કોરોનાને લઇ જાગૃતતા આવે તેથી હીરા ઉદ્યોગમાં કામ કરતા સુરતમાં આવેલ વરાછા તથા મહિધરપુરા હીરા બજારમાં હીરાનાં વેપારીઓ દ્વારા લોકોને જાગૃત કરવા માટે એક અનોખો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

જેમાં વેપારી રસ્તા પર ઉતરીને યમરાજાનો વેશ ધારણ કરી લોકોને સમજવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. જો તમે કોરોનાને ગંભીરતાથી નહીં લો તો તમને આ જીવલેણ રોગમાં યમરાજા જમીન પર લેવા આવશે. જેને લીધે કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરો નહીં તો હાલમાં યમરાજ લેવા માટે આવ્યા છે. આવી વેષભૂષા ધારણ કરી લોકોને કોરોના સામે જાગૃત કર્યા હતા. તમામ ગાઈડલાઇન્સનું પાલન કરી કોરોના સંક્રમણ અટકે તે માટેની જાણ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *