શેરબજાર ખુલતાની સાથે તોફાની તેજી; સેન્સેક્સ-નિફ્ટીએ માર્યો જોરદાર કૂદકો, નિફ્ટી પ્રથમ વાર 23,500ને પાર

Share Market Today: મંગળવારે શેરબજાર જોરદાર તેજી સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત હાઈ રેકોર્ડ સાથે થઈ હતી. બજાર ખુલતાની(Share Market Today) સાથે જ BSE સેન્સેક્સ 77,326ના નવા ઓલ ટાઈમ હાઈ લેવલને પાર કરી ગયો હતો.

નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ લાલ નિશાનમાં ખુલ્યો
મંગળવારે શેરબજાર ભારે તેજી સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત હાઈ રેકોર્ડ સાથે થઈ હતી. બજાર ખુલતાની સાથે જ BSE સેન્સેક્સ 77,326ના નવા ઓલ ટાઈમ હાઈ લેવલને પાર કરી ગયો હતો. જો આપણે સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો, નિફ્ટી બેંક ઈન્ડેક્સ, નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસ ઈન્ડેક્સ, નિફ્ટી પીએસયુ ઈન્ડેક્સ, નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ, નિફ્ટી આઈટી ઈન્ડેક્સ, નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ લીલા નિશાન પર ખુલ્યા છે. જ્યારે નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ લાલ નિશાનમાં ખુલ્યો હતો.

ડોલર સામે રૂપિયો સાત પૈસા વધીને 83.48 પર પહોંચ્યો
સ્થાનિક બજારોમાં સકારાત્મક વલણ વચ્ચે, મંગળવારે શરૂઆતના કારોબારમાં યુએસ ડોલર સામે રૂપિયો સાત પૈસા વધીને 83.48 પર પહોંચ્યો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે યુએસ ડોલરની મજબૂતીથી સ્થાનિક ચલણ પર દબાણ આવ્યું છે.

જોકે વિદેશમાં ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈએ તેને ટેકો આપ્યો હતો. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો પ્રતિ ડોલર 83.52 પર ખુલ્યો હતો. બાદમાં ડોલર દીઠ 83.48 પર પહોંચી ગયો, જે અગાઉના બંધ ભાવ કરતાં સાત પૈસાનો વધારો દર્શાવે છે.

ખરીદ્દારોએ 2,175.86 કરોડના શેરની ખરીદી કરી હતી
શુક્રવારે અમેરિકન ડોલર સામે રૂપિયો 83.55 ના સ્તર પર બંધ થયો હતો. સોમવારે બકરીદ નિમિત્તે બજારો બંધ રહી હતી. દરમિયાન, ડૉલર ઇન્ડેક્સ, જે છ મુખ્ય ચલણો સામે યુએસ ડૉલરની મજબૂતાઈને માપે છે, તે 0.07 ટકાના વધારા સાથે 105.01 પર રહ્યો. ગ્લોબલ ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર 0.13 ટકા ઘટીને US$84.14 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) શુક્રવારે મૂડીબજારમાં ખરીદદાર રહ્યા હતા અને તેમણે રૂ. 2,175.86 કરોડના શેરની ખરીદી કરી હતી.