સુરતમાં આજના દિવસે અડાજણ, રાંદેર, વરાછા, સિટી લાઈટ, કતારગામ સહિતના વિસ્તારોમા કમોસમી વરસાદને લઈ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. અનેક વિસ્તારોમાં અકસ્માતોની ઘટનાઓ સામે આવી હતી. રસ્તાઓ વરસાદના ઝાપટા બાદ ભીના થઈ જતા ગાડીઓ સ્લીપ ખાતા નજરે પડી રહી છે. અડાજણ જીલાની ફ્લાય ઓવરબ્રિજ પર ત્રણ કાર વચ્ચે અકસ્માત બાદ ટ્રાફિક જામ થઈ ગયો હતો. જોકે, અકસ્માતમાં બન્ને કારના ડ્રાઈવરો ને સામાન્ય ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે, ઓવરબ્રિજ પર પૂર ઝડપે આવેલી કાર એ કાબુ ગુમાવતા 2 કાર ને પાછળ થી ટક્કર મારી હતી. આ ઘટનામાં બને કાર ને મોટું નુકશાન થયું છે. જેકે, સદ્ નસીબે કોઈ વ્યક્તિને જાન હાનિ નથી થઈ. કાર માં બેઠેલાં લોકો ને સામાન્ય ઇજા ઓ થઈ છે. પોલીસને ઘટનાની જાણ થતા જ ઘટના સ્થળે પોહચી ગઈ હતી અને હાલમાં તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલેખનીય છે કે, બ્રિજ નો વિચત્ર વળાંક ને લઈ બ્રિજ પર અનેક વાર અકાસ્મત સર્જાઈ ચૂકયા છે અને લોકો નો જીવ ગુમાવા નો વારો પણ આવીયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.