ગુજરાત: કોરોના વોરીયર્સને પૂરતો પગાર ન મળતા 3 દિવસમાં બીજી વખત હડતાળ 

કોરોનાકાળમાં SVP હોસ્પિટલના નર્સિંગના કર્મચારીઓ નારાજ જોવા મળી રહ્યાં છે. આગોતરી જાણ કરવા ને બદલે એકાએક પગાર કાપી લેવાતા નર્સિંગના 50 થી 60 જેટલા કર્મચારીઓ…

કોરોનાકાળમાં SVP હોસ્પિટલના નર્સિંગના કર્મચારીઓ નારાજ જોવા મળી રહ્યાં છે. આગોતરી જાણ કરવા ને બદલે એકાએક પગાર કાપી લેવાતા નર્સિંગના 50 થી 60 જેટલા કર્મચારીઓ આજે ફરીવાર SVP કેમ્પસમાં ભેગા થયા છે. નર્સિંગના કર્મચારીઓને પગાર ઘટાડવામાં આવશે તેવી કોન્ટ્રાકટ રાખતી કંપની દ્વારા જાણ કરવામાં આવતા નારાજગી ફેલાઈ છે.

ખરેખર તો સરકાર દ્વારા એવી જાહેરાતો કરવામાં આવી છે કે આવા વોરિયર્સ ને એક્સ્ટ્રા પગાર આપવામાં આવશે પરંતુ આ તો પગાર માંથી જ પૈસા કાપી લેવા માં આવશે. ઇમેઇલ મા જણાવાયું છે કે PPE તથા માસ્ક નો તમારા પર ખર્ચો થયો હોવા થી પગાર કપાશે. મળતી વિગતો અનુસાર કર્મચારીઓએ વિરોધ કરતા ‘નોકરી કરવી હોય તો કરો’ એવું કોન્ટ્રાકટ રાખતી કંપની દ્વારા કહેવામાં આવ્યું. આ ઉપરાંત તેમને એવું પણ કહેવાયું કે PPE કિટ, માસ્ક સહિતનો ખર્ચ થયો હોવાથી પગાર કાપવામાં આવશે.

અમદાવાદની SVP હોસ્પિટલ વારંવાર વિવાદમાં આવી રહી છે. હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ પગાર મુદ્દે વારંવાર વિરોધમાં ઉતરી રહ્યો છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવી રહ્યાં. અમદાવાદ શહેરની SVP હોસ્પિટલમાં ફરી એકવાર નર્સિંગ સ્ટાફ સવારથી હડતાલ પર ઉતરી ગયો છે. કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે, હોસ્પિટલ તરફથી પગાર ચુકવવાની જે ખાતરી આપવામાં આવી હતી તેનું પાલન કરવામાં આવ્યું નથી. કર્મચારીઓને પૂરતા પૈસા ચુકવવામાં આવ્યા નથી. કેટલાક કર્મચારીઓને ઓછા જ પૈસા ચૂકવ્યા છે. હજી સુધી 150 જેટલા નર્સિંગના કર્મીઓને પગાર ચૂકવાયો નથી તેવી વાત તેઓએ જણાવી હતી.  જેથી આજે સવારથી તેઓ હડતાળ પર ઉતરી ગયા છે. 50 થી 60 જેટલા કર્મચારીઓ હાલમાં SVP હોસ્પિટલના કેમ્પસમાં એકઠા થઇ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 3 દિવસ પહેલા પણ SVPના નર્સિંગ સ્ટાફે હડતાળ કરી હતી.

કર્મચારીઓના જણાવ્યા અનુસાર, નર્સિંગ સ્ટાફને દિવસ દીઠ પગાર સિવાય 250 રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું હતું તેની સંપૂર્ણ ચુકવણી ન કરાઇ, જેથી નર્સિંગ સ્ટાફની નારાજગી સામે આવી છે. તેઓએ જણાવ્યું કે, નર્સિંગના કર્મીઓને 15 એપ્રિલથી લઈ 30 એપ્રિલ સુધીના દિવસ લેખે જ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. એપ્રિલ મહિનાના શરૂઆતના 15 દિવસ અને મે મહિનાના દિવસો લેખે હજુ સુધીના નાણાં ચૂકવાયા નથી. તેમજ જે 15 દિવસ લેખે 250 રૂપિયા ચૂકવવામાં આવ્યા તેમાં પણ કેટલાકને ઓછા અથવા કેટલાકને ના મળ્યા હોવાનો આક્ષેપ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ Svp હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની હળતાલ પર ઉતર્યો હતો. Amcમાં વિપક્ષી નેતા દિનેશ શર્માએ ભાજપ શાસકો પર ગંભીર આરોપ મૂક્યા હતા કે, શાસકોના આશીર્વાદથી કોન્ટ્રાક્ટરે પગાર કાપવાની હિંમત કરી છે. કોન્ટ્રકટર સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી. ત્યારે Svp હોસ્પિટલમાં થયેલા હોબાળા બાદ amc સક્રિય થયું હતું. કોરોના મામલે કાર્યરત સ્ટાફ મામલે નિર્ણય લેવાયો હતો કે, કોઈપણ કોન્ટ્રકટર amc ની મંજૂરી વગર મેનપાવરમાં ફેરફાર નહિ કરી શકે. મેનપાવર અંગેના નિયમોમાં ફેરફાર કરશે તો કડલ પગલાં લેવાની ચીમકી આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *