‘ફ્યુચર તો મારું છે ને તેથી… સોરી સોરી…’ લખીને યુવતીએ ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન- સુસાઈડ નોટ વાંચીને તમે પણ રડી પડશો

Published on Trishul News at 11:09 AM, Wed, 9 August 2023

Last modified on August 9th, 2023 at 11:14 AM

18-year-old student commits dies: હાલ રાજ્યમાં વિધાર્થીઓના આપઘાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કારણ માત્ર એટલું હોય છે કે તેમને ગમતું કાર્ય ન થતું એટલે તેઓ આપઘાત કરી રહ્યા હોય છે.હાલ તેઓ કિસ્સો રાજ્યના રાજકોટ જીલ્લા માંથી સામે આવી રહ્યો છે. રાજકોટના રૈયાધાર વિસ્તારમાં રહેતી એક 18 વર્ષીય વિદ્યાર્થિનીને કોલેજમાં એડમિશન ન મળતા નિરાશ થઇને આજે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.

તો બીજી બાજુ આ બનાવની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ ભણતરની ચિંતામાં વ્હાલસોયી દીકરીએ આપઘાતકરી લેતા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

મળતી માહિતી અનુસાર, રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં રહેતી 18 વર્ષીય વિદ્યાર્થિનીને ધોરણ 12 પછી કોલેજમાં એડમિશન ન મળતાં નિરાશ થઇને આજે સવારે પોતાના ઘરે પંખે લટકીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ધો-12માં એક વિષયમાં નાપાસ થયાં બાદ પુરક પરીક્ષામાં પાસ થયા હોવા છતા કોલેજમાં એડમિશન મળી રહ્યું ન હતું.

‘મને આજે એડમિશન ન મળ્‍યું તો હું શું કરીશ’
આપઘાત કરતા પહેલા વિધાર્થિનીએ લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં લખ્યું છે કે, ‘મને આજે એડમિશન ન મળ્‍યું તો હું શું કરીશ, તમારા કરતા વધારે મને ટેન્શન છે, કારણ કે ફ્યૂચર તો મારું છે ને.’તેવું તે નોટ માં લખ્યું છે.

અત્ર ઉલ્લેખનીય છે કે, એક તરફ રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે અને ત્યારે જ એક વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ પોતાની જિંદગી ટૂંકાવી દીધી છે. આપઘાત કરનાર વિદ્યાર્થિની બે બહેન અને એક ભાઇમાં તે મોટી હતી. રક્ષાબંધન પહેલા જ એક ભાઈ અને બેહનને પોતાની વ્હાલસોયી બેનને ગુમાવી છે.

Be the first to comment on "‘ફ્યુચર તો મારું છે ને તેથી… સોરી સોરી…’ લખીને યુવતીએ ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન- સુસાઈડ નોટ વાંચીને તમે પણ રડી પડશો"

Leave a comment

Your email address will not be published.


*