સુરતમાં બનાવવામાં આવેલી સૌથી મોંઘી સોના-ચાંદીની રાખડી બની આકર્ષણનું કેન્દ્ર- કિંમત જાણી આખે અંધારા આવી જશે 

Published on Trishul News at 12:08 PM, Wed, 16 August 2023

Last modified on August 16th, 2023 at 12:09 PM

Gold and silver rakhi in Surat: 30 ઓગસ્ટના પવન પર્વે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. આ તહેવાર ભાઈ-બહેન માટે ખુબ જ મહત્વનો હોય છે. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈને પર રાખડી બાંધે છે અને ભાઈ પાસેથી રક્ષણનું વચન લે છે. પછી બદલામાં ભાઈ વચન આપીને કેટલીક ભેટ પણ આપે છે. રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને હાલમાં દેશની સૌથી મોંઘી રાખડી ગુજરાતના સુરતમાં તૈયાર કરવામાં આવી છે, જેની કિંમત 5 લાખ રૂપિયા છે.

રક્ષાબંધન નિમિત્તે માત્ર બહેનો જ તેમના ભાઈઓના કાંડા પર રેશમી દોરાથી બનેલી રાખડીઓ બાંધતી હતી. જોકે, ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રથા હજુ સુધી સમાપ્ત થઈ નથી. પરંતુ શહેરી વિસ્તારોમાં બદલાતા સમયની સાથે રાખડીઓની વ્યાખ્યા પણ બદલાઈ ગઈ છે. તમે તસ્વીરોમાં પણ જોઈ શકો છો કે, સુરતના એક જ્વેલર્સ શોરૂમમાં સોના, ચાંદી અને પ્લેટિનમથી વિવિધ પ્રકારની રાખડીઓ(Gold and silver rakhi) બનાવવામાં આવી છે. આ શોરૂમમાં રક્ષાબંધનના તહેવાર માટે 350 થી 5 લાખ રૂપિયા સુધીની કિંમતની ગોલ્ડ & ડાયમંડ રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે ગ્રાહકો દ્વારા પણ સિલ્વર ગોલ્ડ રાખીની ખરીદી કરવામાં આવી રહી છે. ગોલ્ડ રાખીની કિંમત 500 થી 5 લાખ રૂપિયા સુધીની છે.

ડાયમંડ સીટી સુરતમાં આગામી રક્ષાબંધન પર્વને ધ્યાનમાં લઈ ખાસ ડાયમંડ ગોલ્ડ રાખી તૈયાર કરવામાં આવી છે. રક્ષાબંધન ભાઈ અને બહેનના સંબંધને દર્શાવતો મહત્વનો તહેવાર છે. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈના પર રાખડી બાંધે છે અને ભાઈ પાસેથી રક્ષણનું વચન લે છે.પછી બદલામાં ભાઈ વચન આપીને કેટલીક ભેટ આપે છે.રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને દેશની સૌથી મોંઘી રાખડી ગુજરાતના સુરતમાં તૈયાર કરવામાં આવી છે.

જ્વેલર્સ દીપક ભાઈ ચોકસી કહે છે કે, તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી રાખડીઓ રક્ષાબંધન પછી ઘરેણા તરીકે પણ પહેરી શકાય છે. જાણવા મળ્યું છે કે, સુરતના ડી ખુશાલદાસ નામના જ્વેલર્સના માલિક દીપક ચોકસી દ્વારા જ્વેલરીમાં વિવિધ પ્રકારની રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. જેમાં આ રાખડી સૌથી મોંઘી અને આકર્ષણનું કેન્દ્ર 5 લાખ રૂપિયાની છે. જોકે, આ રાખડી જ્વેલરે એક ગ્રાહક બહેનની માંગ પર તૈયાર કરી છે. જેને કદાચ દેશની સૌથી મોંઘી રાખડી કહી શકાય, તે સોના અને હીરાની બનેલી છે. આ રાખડીમાં દોરાને બદલે સોનાનું કાંડું અને હીરાનું પેન્ડલ છે. જે રક્ષાબંધન પછી પણ પુરુષો હાથમાં કાંડું અને ગળામાં સોનાની સાંકળમાં હીરાનું લોકેટ પહેરી શકે છે.

ભાઈને મળેલી આ મોંઘી રાખી તેની પત્ની ગળામાં પહેરી શકે છે જો દીપક ભાઈની વાત માની લેવામાં આવે તો સોના -ચાંદીમાં રોકાણ મુજબ આવી રાખડીઓ પણ ખરીદવામાં આવે છે. પરંતુ હાલ કોવિડ સમયગાળા બાદ પહેલાની જેમ કોઈ માંગ નથી. ગુજરાતનું સુરત શહેર દેશ અને દુનિયામાં ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે. વિશ્વભરમાં કોતરવામાં આવનારા 100 હીરામાંથી 95 હીરા આ સુરતમાં કોતરવામાં આવ્યા છે, તેથી સુરતના શ્રીમંત પરિવારોમાં અલગ અલગ તહેવારો પર આવા અનોખા ઘરેણાં ખરીદવાનો ટ્રેન્ડ છે.

Be the first to comment on "સુરતમાં બનાવવામાં આવેલી સૌથી મોંઘી સોના-ચાંદીની રાખડી બની આકર્ષણનું કેન્દ્ર- કિંમત જાણી આખે અંધારા આવી જશે "

Leave a comment

Your email address will not be published.


*