સુરતમાં સાઇકલ પર શાળાએ જઈ રહેલી વિદ્યાર્થિનીને માતેલા સાંઢની જેમ આવતાં ડમ્પરે કચડી નાખી- ‘ઓમ શાંતિ’

Surat Accident: સુરત જિલ્લામાં સાયકલ પર ટ્યુશન જતી વિદ્યાર્થીનીને ડમ્પર ચાલકે અડફેટે લેતા વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું. જેના પગલે થોડીવાર તો ઘટનાસ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. જો કે આ મામલે પલસાણા પોલીસે હાઈવા ચાલક (Surat Accident) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, તો બીજી તરફ વ્હાલસોયી દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

15 વર્ષની વિદ્યાર્થીનીનું અકસ્માતમાં મોત
મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં સુરત જિલ્લાના પલસાણા તાલુકાના સોયાણી ગામે સીયારામભાઈ બૈજનાથ ગુપ્તા (39) પરિવાર સાથે રહે છે. તેઓની 15 વર્ષની દીકરી સાયકલ લઈને ટ્યુશન જવા નીકળી હતી.આ દરમિયાન તેનો ભેટો કાળ સાથે થઇ ગયો.

તે સોયાણી ગામની હદમાં બારડોલીથી કડોદરા તરફના ચડતા રોડ ઉપર હાઈવા ડમ્પર ચાલકે વિદ્યાર્થીનીને અડફેટે લીધી હતી. જેમાં વિદ્યાર્થીનીને માથામાં ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

પરિવાર શોકમાં ગરકાવ
આ અકસ્માતની ઘટના બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન મૂકીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. ત્યારે આ ઘટનાના પગલે લોકોનું ઘટનાસ્થળ પર ટોળું એકત્ર થઇ ગયું હતું. બીજી તરફ આ મામલે પલસાણા પોલીસે હાઈવા ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વ્હાલસોયી દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.